bhavnagarBreaking NewsElectionGujarat

ભાવનગર જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટેની વોકાથોન રેલી યોજાઇ

ભાવનગર જિલ્લા ચુંટણી તંત્ર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના NSS યુનિટના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ માટેની વોકાથોન રેલી યોજાઇ હતી

ભાવનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય, મતદારો જાગૃત બને અને મતદારો અન્યને પણ મતદાન કરવા પ્રેરિત કરે તે હેતુથી અલગ અલગ મતદાન જાગૃતિના બેનર સાથે રેલી યોજાઇ હતી.

આ રેલીનું પ્રસ્થાન શામળદાસ આર્ટસ કોલેજ થી વાઘાવાડી રોડ પાણીની ટાંકી સુધી યોજવામાં આવી હતી આ રેલીમાં અલગ અલગ ૧૫ કોલેજો અને ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

આ રેલીની સાથે સાથે બહોળી સંખ્યામા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હોય ચૂંટણીમાં મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.

૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ચૂંટણીમાં મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી.શામળદાસ આર્ટસ કોલેજ થી વાઘાવાડી રોડ પાણીની ટાંકી સુધી રેલી યોજાઇ

આ અવસરે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.એન.ચૌધરી,પ્રાંત અધિકારી શ્રી હિતેષ જણકાટ,જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા,એમ.કે.બી યુનિવર્સિટીના ઈ.ચા રજીસ્ટાર શ્રી ભાવેશભાઈ જાની,NCC કોર્ડીનેટર શ્રી ભારતસિંહ ગોહિલ,શામળદાસ આર્ટસ કોલેજના પ્રિન્સિપાલશ્રી એમ. બી.ગાયજન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

1 of 93

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *