bhavnagarBreaking NewsGujaratHelth

ઘોઘા સર્કલ અખાડો અને બોર તળાવ ખાતે ભાવનગરમા ૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે સામૂહિક સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો.ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ભાવનગર જિલ્લાને સહભાગી થવાનો મોકો મળ્યો.

રોગ ને પડકાર સૂર્ય નમસ્કાર,1 જાન્યુઆરીએ 108 સ્થળો પર સૂર્ય નમસ્કાર નો કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા તથા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના સંયુકત ઉપક્રમે ગુજરાત સરકારશ્રી ના રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત ઘોઘા સર્કલ અખાડો,ઘોઘા સર્કલ અને બોર તળાવ ખાતે સામૂહીક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યભરમાં ૧૦૮ સ્થળોએ આ કાર્યક્રમ યોજાયો હતો.મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સૂર્યમંદિર મોઢેરા ખાતે મંત્રીશ્રી મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યા ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ર૧મી જુનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાત રાજય યોગ બોર્ડના માધ્યમથી તા.૧-ડિસેમ્બર-૨૦૨૩ થી ૦૧-જાન્યુઆરી ૨૦૨૪ સુધી રાજયવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે.જે અંતર્ગત સૌ પ્રથમ રાજયમાં ગ્રામ્ય,શાળા,વોર્ડ કક્ષાએ લઈ જિલ્લા તેમજ મહાનગરપાલિકા તથા રાજય કક્ષા સુધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં ઘોઘા સર્કલ ખાતે જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતા,સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા સહિત કોર્પોરેટરશ્રીઓ તેમજ થાપનાથ મહાદેવ બોર તળાવ ખાતે ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી,મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય,નાયબ મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતિ મનીષાબેન બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલને એક કરોડના અનુદાનનો ચેક અર્પણ કરતા વિસામણભાઈ આહીર

ઉમરાળાના ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ને એક કરોડનુ અનુદાન…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

ભાવનગરમાં શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-  દરેક જીવ માટે સંવેદના રાખી કાર્ય કરીશું તો…

1 of 360

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *