ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં કળસાર ગામે GNFC કંપની દ્વારા ગ્રામીણ આજીવિકા મિશન અને નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ખેતીવાડીનાં ઉપયોગ માટેનું ડ્રોન નવદુર્ગા સખી મંડળનાં સભ્ય દક્ષાબેન બારૈયાને GNFC કંપનીનાં ભાવનગર જિલ્લા અધિકારીશ્રી યશભાઈ ચોલેરા તેમજ મહુવા GNFC ડેપો મેનેજરશ્રી તરુણભાઈ કાછડીયા તેમજ જિલ્લા લાઇવલીહુડ મેનેજરશ્રી ઈરફાનભાઈ,તાલુકા લાઇવલીહુડ મેનેજરશ્રી તૃપ્તિબેન અને પીડિલાઇટની ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન સંસ્થાનાં મેનેજરશ્રી રાજેશભાઇ પટેલ તેમજ સંગીતાબેનની ઉપસ્થિતીમાં અર્પણ કરવામાં આવ્યું હતું.