વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામ-ગામથી જન-જન જોડાઈ રહ્યા છે.આ યાત્રા અન્વયે ભાવનગર જિલ્લામાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને તમામ નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
ભાવનગર જિલ્લામાં ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઠેર ઠેર ઉષ્માભર્યો આવકાર મળી રહ્યો છે.આ યાત્રાનું ઘોઘા તાલુકાના તણસા ગામ ખાતે ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડવાની સાથે ગ્રામજનોને ઘરઆંગણે જ વિવિધ યોજનાઓના લાભ અપાયા હતા. આ અવસરે શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સુંદર નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા.
રથમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સંદેશનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.ઉપસ્થિતોએ આ સંદેશ પ્રસારણને રસપૂર્વક નિહાળ્યું હતું.વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં મેરી કહાની,મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ સરકારની યોજનાઓના સથવારે તેમના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની પ્રેરણાત્મક વાત રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એ.એમ.પટેલ,તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.જી.મકવાણા,ગામના સરપંચશ્રી વિરેન્દ્ર સિંહ ગોહિલ તેમજ અગ્રણીઓ,અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.