bhavnagarBreaking NewsGujarat

ભાવનગરના વરતેજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત.સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરતા મહાનુભાવો.

આજરોજ ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે અવગત કરવાની સાથે વિવિધ લાભોથી લાભાન્વિત કરાયા હતા.વડાપ્રધાનશ્રીએ આજે ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

આ પ્રસંગે સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવતા ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે,લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર થાય અને તેનો લાભ મેળવી પોતાના વિકાસની સાથે સાથે સમગ્ર દેશના વિકાસમાં સરળતાથી સામેલ થઇ શકે તે માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરીને લોકોને ઘરઆંગણે લાભ આપી રહ્યો છે.સરકાર દ્વારા પોષણ અભિયાન,આયુષ્માન કાર્ડ,સોઇલ હેલ્થ કાર્ડ, ઉજ્જવલા યોજના,આવાસ યોજના સહિતના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સિવાય વિકસિત ભારત સંકલ્પની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો.આ ઉપરાંત મેરી કહાની મેરી ઝુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.બે દિવસમાં વરતેજ મા 1200 આયુષ્યમાન કાઢવામાં આવ્યા.આ ઉપરાંત 19 જેટલા રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જીલોવા,પ્રાંત શ્રી હિતેશ ઝણકાટ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.આર.સોલંકી,તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.કે.રાવત સહિતના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

1 of 352

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *