bhavnagarBreaking NewsGujarat

ભાવનગર જીલ્લા સાયબર ક્રાઇમ સેલ દ્વારા ભાવનગર જીલ્લાના સ્વામીનારાયણ મંદીર અક્ષરવાડી ખાતે સાયબર જાગૃતિ સેમીનારનુ આયોજન કરવામા આવ્યું.

શ્રી ગૌતમ પરમાર ,પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ,ભાવનગર તથા શ્રી હર્ષદ પટેલ પોલીસ અધિક્ષકશ્રી ભાવનગરનાઓ દ્વારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને,તા.૦૭/૦૧/૨૦૨૪ ના રોજ ભાવનગર જીલ્લા સાયબર ક્રાઇમ સેલ દ્વારા ભાવનગર જીલ્લાના સ્વામીનારાયણ મંદીર અક્ષરવાડી ખાતે આયોજીત રવી સભામાં સાયબર જાગૃતિ સેમીનારનુ આયોજન કરવામા આવેલ હતુ.આ સેમીનારમાં ડી.વાય.એસ.પી શ્રી આર.આર.સિંઘાલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભાવનગર શહેર તથા પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.એસ.પટેલ,સાયબર ક્રાઇમ સેલ તથા સાયબર ક્રાઇમ સેલ ટીમના પો.કોન્સ પ્રવિણભાઇ પરમાર સાયબર એક્ષપર્ટ કેતનભાઇ દવે,હરવીજયસિંહ ગોહીલ,ગોવિંદભાઇ ભેટારિયા,સજદેવસિંહ જાડેજા નાઓએ હાજર રહી રવી સભામાં ઉપસ્થિત ૩૫૦૦ થી વધારે લોકોને ફેક એપ્લીકેશન ફ્રોડ,OLX ફ્રોડ,જોબ ફ્રોડ,લોન ફ્રોડ,ઓનલાઇન શોપીંગ ફ્રોડ,લોટરી/ગીફ્ટ ફ્રોડ,ન્યુડ વિડીયો કોલ,ફેક કસ્ટમર કેર ફ્રોડ,સાયબર બુલીંગ અને ફેક આર્મી મેનના નામે થતી છેતરપિંડી વગેરે જેવા સાયબર ક્રાઈમ થી બચવાના ઉપાયો,તકેદારી,તથા Mobile Privacy,WhatsApp તથા Google Account ના Privacy Settings વીશેની જાણકારી આપવામા આવેલ છે.

જાહેર જનતા માટે સંદેશ:
• આપની અંગત માહિતી સોશ્યલ મિડીયા ઉપર શેર કરતા પહેલા તમારા સોશ્યલ મિડીયા એકાઉન્ટ પ્રાઇવેટ છે કે નઇ ? તેની ખાત્રી કરો.અજાણી વ્યક્તિને તમારા ફોટોગ્રાફ ક્યારેય શેર ન કરવા જોઇએ.માટે તમારા સોશ્યલ મિડીયા એકાઉન્ટ લોક રાખો.
• અજાણી સ્ત્રી ના ફોટા વાળી Facebook માં ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહીં અથવા WhatsApp,Facebook વિડીયો કોલ રીસીવ કરવો નહીં.
• કોઈપણ મિત્ર તેના Facebook મેસેન્જર દ્વારા અથવા સોશિયલ મીડિયા દ્વારા રૂપિયાની માંગણી કરે તો તે મિત્રની ઓળખ કરી તેના મોબાઈલ નંબર ઉપર કોલ કરી તેની ખરાઇ કરવી.
• ઇન્સ્ટન્ટ લોન આપતી અજાણી એપ્લિકેશન ફોનમાં ઇન્સ્ટોલ કરવી નહીં અથવા આવી લોન લેવી નહી.
• ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જવાના મેસેજ કોલ થી સાવધાન રહો.
• Google માંથી નંબર સર્ચ કરવો નહીં,જે તે કંપની સંસ્થા ની ઓથેન્ટિક વેબસાઈટ શોધી નંબર મેળવવો.
• ઓનલાઇન ચીજ વસ્તુની ખરીદી ઓફિસિયલ વેબસાઈટ પરથી જ કરવી.
• ડબલ રૂપિયા કરી આપતી સ્કીમ,કેશ બેક,રિવર્ડ પોઇન્ટ અથવા વધારે પ્રોફિટ કરી આપતી વેબસાઈટ કે એપ્લિકેશન માં ઇન્વેસ્ટમેન્ટ કરવું નહીં.
• કોઈપણ બેંક/મોબાઇલ કંપની તરફથી અજાણી વ્યક્તિના કોલ આવે તો બેન્ક એકાઉન્ટ ડીટેલ્સ OTP,ની માહિતી શેર કરવી નહીં અથવા તેના તરફથી કહેવામાં આવતી એપ્લિકેશન જેમકે,Team viewer,Anydesk અથવા કોઇપણ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ/ઇન્સ્ટોલ કરવી નહીં.

ભોગ બનનારે કરવાની કાર્યવાહી
જ્યારે તમે સાયબર ક્રાઇમનો ભોગ બનો ત્યારે તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર-૧૯૩૦ ઉપર કોલ કરવો અથવા નજીકના પોલીસ સ્ટેશન/સાયબર સેલ નો સંપર્ક કરવો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ના સુભાષનગર ખાતે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો.મસમોટો ઇંગ્લિશ દારૂ નો જથ્થો પકડી પાડ્યો.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ગુજરાતમાં બીજા નંબરની એવી ભાવનગરની જગન્નાથજી ની 39 મી રથયાત્રા આગામી 7મી જુલાઈના રોજ ભાવેણામાં નીકળવાની છે

ત્યારે આજે સાધુ-સંતો અને રાજકીય આગેવાનોની ઉપિસ્થતિ ધ્વજારોહણ અને રથયાત્રા …

1 of 346

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *