ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે તા. ૦૧/૦૮/૨૦૨૪ થી લઇ આગામી તા. ૦૭/૦૮/૨૦૨૪ સુધી ઉજવણી થનાર છે.
ભાવનગર જિલ્લા પંચાયત દર વર્ષની જેમ આ વર્ષે પણ “બ્રેસ્ટ ફીડીંગ સપોર્ટ ફોર ઓલ”ની થીમ ઉપર વિશ્વ સ્તનપાન સ્પતાહની ઉજવણી કરવા જઇ રહ્યું છે. જિલ્લા પંચાયત હેઠળની ૧૫૯૧ આંગણવાડી કેંદ્રોમાં તા. ૦૧/૦૮/૨૦૨૪ થી તા. ૦૭/૦૮/૨૦૨૪ સુધી વિશ્વ સ્તનપાન સ્પતાહની ઉજવણી કરવામાં આવશે.
સ્તનપાન એટલે નવજાત શિશુને માતા દ્વારા આપવામાં આવતું સૌપ્રથમ ધાવણ. માતાનું ધાવણ પહેલા છ માસ સુધી શિશુ માટે સંપુર્ણ આહાર છે. માતાનું ધાવણ શિશુને ન્યુમોનિયા, ઝાડા જેવી બિમારીઓથી બચાવે છે. તેમજ બાળકને શારીરિક અને બૌદ્ધિક વિકાસમાં મદદરુપ બને છે. આઇ.સી.ડી.એસ.વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરુપે નવજાત શિશુની ઘરે મુલાકાત દરમ્યાન પરિવારના લોકોને સ્તનપાન વિશેનું મહત્વ, કેટલા સમય સુધી રીતે સ્તનપાન કરાવવું તે વિશે જાગૃત કરવામાં આવશે.