ભાવનગર ભાવનગરના સનેસ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકારની ૧૭ યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને પ્રમાણપત્ર,સહાય વિતરણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે અનેકવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત નાગરિકોના આરોગ્યની તપાસણી તથા શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે,વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ દરમિયાન યાત્રાનું સ્વાગત,પ્રધાનમંત્રીશ્રીનો રેકોર્ડ કરેલ સંદેશ,મેરી કહાની મેરી ઝુબાની તેમજ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.કે.રાવત,વિસ્તરણ અધિકારી શ્રી કલ્પેશભાઈ ભટ્ટ સહિતના તાલુકા પંચાયતના સભ્યો સહિતના આગેવાનો અને કર્મચારીઓ સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.