વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના શિક્ષકોમાં ફેલાવવા માટે,રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC),ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત,શાળાના શિક્ષકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર 5-દિવસની તાલીમ/વર્કશોપ નું આયોજન તા. 8-12 જાન્યુઆરી,2024 દરમિયાન કરવામાં આવેલ છે.
આજના ઝડપથી વિકસતા વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) મહત્વની ભૂમિકા ભજવે છે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) એ કમ્પ્યુટર સિસ્ટમ્સના વિકાસનો ઉલ્લેખ કરે છે જે સામાન્ય રીતે માનવ બુદ્ધિની જરૂર હોય તેવા કાર્યો કરી શકે છે.આ કાર્યોમાં શિક્ષણ,તર્ક,સમસ્યાનું નિરાકરણ,ધારણા,ડેટા બનાવવો અને ભાષાની સમજ વગેરે જેવી બાબતો નો સમાવેશ થાય છે.AI નું ક્ષેત્ર ખુબ જ વ્યાપક છે.આર્ટિફિશિયલઇન્ટેલિજન્સ (AI) માં આજે શિક્ષણમાં સૌથી મોટા પડકારોનો સામનો કરવાની,શિક્ષણ અને શીખવાની પદ્ધતિઓમાં નવીનતા લાવવાની અને પ્રગતિને વેગ આપવાની ક્ષમતા છે.
રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતેનો આ વર્કશોપ એ સમગ્ર ગુજરાત રાજ્યમા પ્રથમ આવો થવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત રાજ્યના પસંદગી પામેલ 100 શિક્ષકો ભાગ લેશે.આ પાંચ દિવસીય વર્કશોપ દરમિયાન C-DAC પુણે,C-DAC હૈદરાબાદ,INTEL જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ માંથી નિષ્ણાંતો આવશે અને AI શિક્ષકોને શિક્ષણ પ્રણાલીમા કેવી રીતે મદદરૂપ થઈ શકે,વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમા અને કારકિર્દી ઘડતરમા કેવી રીતે ઉપયોગી નીવડે તેનું માર્ગદર્શન આપશે,સાથે સાથે વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવશે.તદુપરાંત આવનારા સમય માં આરએસસી ભાવનગર વિદ્યાર્થીઓ માટે પણ AI વર્કશોપનું આયોજન કરશે.