ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તા.૨૪.૦૧.૨૦૨૪ ના રોજ જિલ્લા જેલ ભાવનગરમાં જેલના કેદીઓ માટે ફાસ્ટ ફુડની તાલીમ કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યુ હતુ.આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામના જેલના કેદી ભાઇઓએ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના ડાયરેક્ટરશ્રી એ તાલીમ પૂરી કર્યા પછી ફાસ્ટ ફુડ સ્ટોલ માટે લોન વિશે માહિતી આપી અને તાલીમ કાર્યક્રમ અનુરૂપ જેલના બંદીવાન ભાઇઓમા પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મવિશ્વાસ,જોમ-જુસ્સાના સિંચન સાથે પ્રાસંગિક ઉદબોધન કરેલ અને તાલીમાર્થીઓને પગભર થવા વિશે માહિતી આપી હતી તેમજ તાલીમાર્થી ભાઇઓને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ તકે અતિથિ વિશેષ તરીકે જિલ્લા જેલ ભાવનગરના સુપ્રિટેન્ડેન્ટ શ્રી જે.આર.તરાલ,નાબાર્ડના આર.ઓ બ્રાન્ચ અમદાવાદ શ્રી રાજુ,નાબાર્ડના ડી.ડી.એમશ્રી દિપક ખલાસ,ડી.આર.ડી.એ ભાવનગરના ડી.એલ.એમશ્રી ઇરફાન ઘાંચી તેમજ એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી) ના ડાયરેક્ટરશ્રી રમેશ એસ.રાઠોડ, ફેકલ્ટીશ્રી નિલેષ બરોલીયા,ઓફીસ આસી.શ્રી ઇશાન કલીવડા અને ઓફીસ આસી.જયેશ ગોહિલ અને સ્ટાફશ્રી સંજય શુક્લ તેમજ ભાવનગર જીલ્લા જેલના પોલીસ સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા.