Breaking News

બંધારણ દિવસ અને રાષ્ટ્રીય અખંડતાના શપથ લેવડાવતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બંધારણ દિવસ; 26 નવેમ્બરના ઉપલક્ષ્યમાં ભારતના સંવિધાન માટે સંકલ્પબદ્ધ અને સમર્પિત રહેવાના શપથ લેવડાવ્યા હતા. તેમણે રાષ્ટ્રીય અખંડતાના પણ શપથ લેવડાવ્યા હતા.

રાષ્ટ્રમાં સાંપ્રદાયિક સદ્દભાવ અભિયાન સપ્તાહ ઉજવાઈ રહ્યું છે, આ ઉજવણી અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓને દેશની આઝાદી તથા અખંડતા જળવાઈ રહે એટલું જ નહીં, પરંતુ સુદ્રઢ થાય તે માટે સમર્પિત થઈને સેવારત રહેવાના શપથ લેવડાવ્યા હતા.

તા. 26 નવેમ્બર, બંધારણ દિવસ સંદર્ભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતને સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન સમાજવાદી પંથનિરપેક્ષ લોકતંત્રાત્મક ગણરાજ્ય બનાવવા અને નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને અવસરની સમતાની પ્રાપ્તિ માટે તથા આ બધા સાથે વ્યક્તિની ગરીમા અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુનિશ્ચિત કરતી ભાઈચારાની ભાવનાની અભિવૃદ્ધિ માટે સંકલ્પબદ્ધ રહેવાના શપથ લેવડાવ્યા હતા.

રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા, એડીસી લેફ્ટનન્ટ કમાન્ડર મનુ તોમર, સીજીએચ અમિત જોશી સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ લીધા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 344

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *