bhavnagarBreaking NewsGujarat

જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષતામાં યોગ દિવસની જિલ્લા કક્ષા ઉજવણીની પૂર્વતૈયારીની સમીક્ષા બેઠક યોજાઇ

૨૧ જૂન વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનાં આયોજન અંગેની પૂર્વ તૈયારી માટેની જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં ભાવનગર જીલ્લા કક્ષાની ઉજવણીની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

૨૧ જૂનને વિશ્વકક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી સિડસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવશે.આ કાર્યક્રમમાં લોકો સહભાગી બને તે રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.ત્યારે આ અંગે જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાએ વિવિધ વિભાગો દ્વારા કરાયેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ગોવાણી,જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દિવ્યરાજસિંહ બારીઆ તેમજ યોગ બોર્ડના પ્રતિનિધિઓ સહિતનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તિક્ષ્ણ હથિયાર ભાલો આખલાના પેટમાં ભોંકી દેવાયો, ઓપરેશન કરી ભાલો અને અન્ય ૨૫ કિલો કચરો પેટમાંથી બહાર કઢાયો

અગિયાળી જીવદયા હોસ્પિટલની તબીબી ટીમે સતત ૬ કલાક ઓપરેશન હાથ ધરી ભાલા સાથે અંદાજે…

ભાવનગરની કોળિયાક અને હાથબ પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવતા રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરસોતમભાઇ સોલંકી

ભાવનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ના પ્રથમ દિવસે મત્સ્યોદ્યોગ અને પશુપાલન…

જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ

આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને…

1 of 348

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *