પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન A.S.I. અનિરૂધ્ધસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,સિહોર પોલીસ સ્ટેશનમાં પશુ પ્રત્યે ક્રુરતાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી આદિલ મહંમદ યાસીર કુરેશી હાલ ઘાંઘળી ગામના બસ સ્ટેન્ડે ઉભો છે.જે માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને આગળની કાર્યવાહી થવા માટે સિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ.
નાસતાં-ફરતાં આરોપીઃ-
આદિલ મહંમદ યાસીર કુરેશી ઉ.વ.૨૫ રહે.નવો વાસ, મિરઝાપુર મટન માર્કેટ, અમદાવાદ મુળ-સંબલ તા.ચંદોસી જી. ઉત્તરપ્રદેશ
કરેલ ગુન્હોઃ-
ભાવનગર,સિહોર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૭૨૩૦૮૦૭ ઇ.પી.કો.કલમઃ-૪૨૯ તથા પશુ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમની કલમઃ-૧૧૧(૧-આઇ) મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,શ્રી એમ.જે.કુરેશી,શ્રી વી.વી.ધ્રાંગુ તથા પોલીસ કર્મચારી અનિરૂધ્ધસિંહ ગોહિલ,બાબાભાઇ હરકટ,હરિચંદ્દસિંહ દીલુભા,એજાજખાન પઠાણ વગેરે