આ શોનું આયોજન ઉષા યુઆર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સંસ્થાએ ગુજરાત રાજ્ય થી બહાર નીકળીને ઉત્તર પ્રદેશ રાજ્ય ના શહેર આગ્રામાં પહેલીવાર award show આયોજિત કર્યો હતો જેમાં તેમણે ઘણી સફળતા મળી હતી.
આ એવોર્ડ શો એટલે આયોજિત કર્યો હતો કે દેશના અલગ-અલગ ખૂણેથી લોકોને બોલાવી જેમણે તેમના ક્ષેત્રમાં અલગ અને ભિન્ન અને વિશેષ કાર્ય કરીયા હોય કંઈક અલગ અને સારું કર્યું હોય. ગ્લોબલ ગ્લોરિયસ એવોર્ડનો ઉદ્દેશ્ય એવા લોકોને સન્માનિત કરવાનો અને આગળ પ્રોત્સાહિત કરવાનો છે. દેશના વિવિધ ભાગોમાંથી લોકો આ કાર્યક્રમનો ભાગ બન્યા હતા, તે બધા આદરણીય લોકો ને પુરસ્કારો, પ્રમાણપત્રો અને ગીફ્ટ હેમ્પર્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
USHA UR FOUNDATION ના સ્થાપક કુમારી પ્રિન્સી ઈન્કિલાબ પોતે એક લેખિકા પણ છે તેમણે આપણી માતૃભાષા હિન્દીમાં પુસ્તક લખી છે પુસ્તકનું નામ સશક્તિકરણ -આઝાદી કી ઉડાન
આ પુસ્તક ભારતની એવી 100 મહિલાઓ પર લખવામાં આવી છે, જેમણે હજારો વર્ષોની ગુલામીની સાંકળોમાંથી ભારતને આઝાદી અપાવવા અને ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ પુસ્તક તે તમામ મહાન ક્રાંતિકારી મહિલાઓને સન્માન અને યાદ કરીને લખવામાં આવી છે.
આ પુસ્તકનો વિમોચન આ એવોર્ડ શોમાં કરવામાં આવ્યું હતું.
આ પુસ્તકનો પ્રમોશન પૂરા ભારતમાં કરવામાં આવ્યું છે.
ઉષા યુઆર ફાઉન્ડેશન નો મુખ્ય ઉદ્દેશ ભારત વર્ષમાં એજ્યુકેશનને આગળ વધારવાનો છે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના છોકરાઓને ભણાવવાનો અને તેમનો પૂરતું પોષણ અને ભણતર મળી રહે તેવા કાર્યો કરે છે..