સિંગર ધારા નાયક વિશે વાત કરીએ તો પોતાને બાળપણ થીજ ગાવા નો બહુજ શોખ હતો જેના કારણે પોતે લગભગ 2004 થીજ સ્ટેજ પર ગાવા નું શરૂ કર્યું હતું અને સ્કૂલમાં અભ્યાસ સમયે ત્રીજા ધોરણ થીજ પોતે વિવિધ સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કરીદીઘું હતું જેમાં પોતા ની મેહનત અને ટેલેન્ટ ના ફળ રૂપે જેઓ એ રાજ્ય કક્ષા સુધી ના સર્ટીફીકેટ તેમજ એવોર્ડ્સ પણ મેળવ્યા છે.
હવે ધારા એ સુપ્રસિદ્ધ સિંગર તરીકે ની જે છાપ ઉભી કરી છે તેના પાછળ તેની ઘણી બધી સ્ટ્રગલ નો મુખ્ય ફાળો છે ધારે એ જણાવ્યું હતુ કે પોતે 2004 માં પોતાની શરૂઆત ના સમયમાં પ્રથમ મહેનતાણું એક સો પચાસ (150) રૂપિયા મળ્યા હતા ત્યારે બાદ અનેક પ્રોગ્રામો કર્યા ખુબજ સ્ટ્રગલ કરી પોતે પૈસા સામે નહિ પરંતુ પ્રસિધ્ધિ સામે ધ્યાન આપી આગળ વધતા રહ્યા બસ પોતાએ મગજ માં એક વાત બેસાડી દીધી કે પોતાએ સંગીત ની દુનિયા માં આગવી ઓળખ ઉભી કરવી છે અને જે હાલ તે કરી પણ ચુક્યા છે
હાલ ધારા નાયક પોતાનું જ ગ્રુપ ચલાવે છે જેનું નામ “સ્વર ધારા મ્યુઝિકલ ગ્રુપ” છે પોતાએ તેમના ગ્રુપ સાથે ગુજરાત બહાર પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યો માં પોતાએ પોતાના સુરો રેલાવ્યા છે એટલેકે અનેક રાજ્યો માં પોતે કામ કરી ચુક્યા છે