મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ના માંગદર્શન હેઠળ તા.૨૪ અને ૨૫ નવેમ્બર ના રોજ રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ નું આયોજન થયું છે.જેના ભાગરુપે ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ મહોત્સવનુત્ર આયોજન થયું છે.મોહત્સવ અંતર્ગત વાળુકડ હાઈસ્કૂલ ખાતે કૃષિ મહોત્સવનો આજે પ્રારંભ થયો હતો
આ કાર્યક્રમમાં શ્રી અન્ન તથા પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપી માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું.સાથોસાથ આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના જીવંત પ્રસારણ નો લાભ પ્રાંગણમાં ઉપસ્થિત રહેલ ખેડૂતોએ પ્રાપ્ત કર્યો હતો.જીવંત પ્રસારણ નિહાળ્યા બાદ આત્મા ફાર્મર એવોર્ડ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
અહી વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું તથા પ્રાસંગિક ઉદ્દબોધન ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ સરવૈયા દ્વારા આપવામાં આવ્યું હતું.તેમણે આગામી સમયમાં આગામી પેઢી ના નિરોગી આરોગ્ય ખાતર પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું હતું.
આગામી પેઢીના નિરોગી આરોગ્ય માટે પાકૃતિક ખેતી મહત્વપૂર્ણ : ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ સરવૈયા. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી એચ.એમ. ઝણકાટ,આગેવાનશ્રી દિગ્વિજય ગોહિલ સહિતના પદાધિકારી અને અધિકારીઓ તેમજ ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.