Entertainment

ગુજરાતી ફિલ્મ જગત માં ખુબ સારી એવી નામના મેળનાર અભિનેત્રી : સેજલ પંચાલ

સેજલ પંચાલ ને નાનપણ થી એક સપનું હતું કે મારા જીવન માં મારે કંઈ બનવુ છે મારા પરિવાર અને મારા માતા અને વડીલો ના આશીર્વાદ સદા મારા રહે હું મારા જીવન માં પ્રગતિ કરી શકું.

હું સેજલ પંચાલ છેલ્લા ૫-૬ વર્ષ ગુજરાતી ફિલ્મ જગત માં ફિલ્મ અને આલ્બમ ગીત માં માં કામ કરેલ છે સાથે મારા કુળદેવી માતા તેમજ મારા માતા  ના આશીર્વાદ થી મારું પ્રથમ ગીત “દેવી રમવા આવો” તે ગીત માં અભિનય કરેલ છે.યુ ટ્યુબ માં જીગર સ્ટુડિયો માં રિલીઝ થયેલ ખુબ સારો એવો પ્રતિસાદ મળ્યો

મારાં અનુભવ પ્રમાણે હું કવ મારા જીવન સમય માં મને મારી સાથે કામ કરનાર પ્રોડ્યુસર, ડાયરેક્ટર, એક્ટર,જેવા તમામ પ્રકારના લોકો નો ખુબ મોટો ફાળો સાથ સહકાર મળ્યો છે.

મારા અનુભવ થી એક વાત જરૂર થી કહીશ ફિલ્મ જગત માં તમારો સ્વભાવ, આવડત અને તમારું વર્તન ખુબ મોટું મહત્વ રાખે છે. આ મારો અંગત અનુભવ છે.

મે જે ગીતો માં અભિનય કરેલ છે તે નીચે મુજબ છે.દેવી રમવા આવો, સધી કરે પોકર, તારો થાય દિવો મારા ઘર માં, દૂર દશા દૂર કર દશામાં , તું જોને ને જોને માતાઅને સાથે મારી જીગર જાન,ડોલર હીંચકો, આશિક નશા માં નહિ તો કશા માં નહિ, ચંદન તલાવડી, સ્ટાર જાય છે તો પ્યાર જાય છે, સાથે એક શોર્ટ ફિલ્મ વાલિડા માં અભિનય કરેલ છે.

મે અત્યાર સુધી માં ૧૦૦ જેટલાં ગીતો માં અભિનય અને ૫ થી વધુ શોર્ટ ફિલ્મ અને સામાજિક અને ધાર્મિક અને નાના મોટા એવોર્ડ માં હાજરી આપેલ છે. સાથે નાના મોટા બ્રાન્ડ પ્રમોશન માં આમંત્રણ હાજરી આપેલ છે.

મારા જીવન મારી માતા અને મારા કુળદેવી અને મારા ઇષ્ટદેવ ના ખુબ ખુબ આશીર્વાદ છે. સાથે મારી સાથે જોડાયેલા બધા ચાહકો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું

જી એક્સ્પ્રેસ ન્યુઝ પરિવાર દ્વારા મારું ઇન્ટરવ્યૂ લેવા માં આવ્યું તેમાં જી એક્સ્પ્રેસ ન્યુઝ ના લેખક અને પત્રકાર અભિષેક ડી પારેખ અને જી એક્સ્પ્રેસ ન્યુઝ નો ખુબ ખુબ હ્રદય પુર્વક આભાર વ્યક્ત કરું છું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણ મોરલો ગૃપ દ્રારા દશનામ ગોસ્વામી સમાજ ના કલાકારોને ગોસ્વામી સ્ટાર એવોર્ડ- 2024 થી સન્માનિત કરાયા..

સંગીત પ્રેમી મહાનુભાવો એ ઉપસ્થિત રહી દશનામ ગોસ્વામી સમાજના કલાકારોને પ્રોત્સાહિત…

1 of 54

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *