Latest

ગોંડલ તાલુકા ના ચરખડી ગામે યોજાયો રવિ કૃષિ મેળો

ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માન.ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યના કૃષિમંત્રી માન.રાઘવજીભાઈ પટેલ રાજ્યક્ક્ષાના કૃષિમંત્રી બચુભાઈ ખાબડના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ ૨૪-૨૫ નવેમ્બર-૨૩ એમ બે દિવસીય તાલુકા કક્ષાએ રવી કૃષિ મહોત્સવનું આયોજન થયેલું છે

એમાં તારીખ ૨૫-૧૧-૨૦૨૩ ના દિવસે પ્રદર્શન સ્ટોલની મુલાકાત અને પ્રાકૃતિક કૃષીના મોડલ ફાર્મની મુલાકાત લેવામાં આવેલ હતી જેમાં મોડલ ફાર્મમાં રાજેશભાઈ ધીરુભાઈ સખીયાની વાડીએ બહોળી સંખ્યામાં મુલાકાત લીધી હતી જેમાં કૃષિ વૈજ્ઞાનિક એમ.કે.ઘેલાણી દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આપવામાં આવેલ,

ઘનશ્યામભાઈ કાતરિયા દ્વારા બાગાયત ખેત પેદાશોના મૂલ્ય વર્ધન વિશે માહિતગાર કરવામાં આવેલ અને વિસ્તરણ અધિકારી ખેતી હર્ષદભાઈ ઇટાલિયા દ્વારા પ્રાકૃતિક મોડેલ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ નિલેશભાઈ સાકરીયા,ગ્રામસેવક,આત્માના સ્ટાફના નેતૃત્વમાં આ કૃષિ મહોત્સવમા તાલુકાભરના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાઈને કૃષિલક્ષી માહિતી-મર્ગ્દર્શન મેળવે અને સરકારનો આ કાર્યક્રમ સફળ થાય તેવુ આયોજન કરાયુ

તાલુકાભરના ગામડા થી ૨૦૦ જેટલા ખેડૂતો અને ૩૬ જેટલા પ્રાકૃતિક ખેત પેદાશના અલગ અલગ સ્ટોલ સાથે નવીન ટેક્નોલોજી સભર ખેત ઓજારની વિશાળ રેન્જ સાથે આજના આ કાર્યક્રમને સફળ બનવવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને પેદાશોથી માહિતગાર કરવામાં આવ્યા…

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *