ભાવનગર જિલ્લામાં આગામી તા.૨૮ નવેમ્બર,૨૦૨૩થી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરુ થવાની છે.વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર દ્વારા વિવિધ ૧૭ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીને સીધો જ મળી રહે એવું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના રથ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરશે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા -જુદા વોર્ડ માં તા. 28 -11 -23 થી વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું આયોજન હાથ ધરવામાં આવેલ છે .જેમાં ગુજરાત વિધાનસભા નાયબ દંડકશ્રી રમણભાઈ સોલંકી દ્વારા મોતીબાગ ટાઉનહોલ ખાતેથી તા.28 ના સવારે 10:00 કલાકે યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે.
આ ઉપરાંત ભાવનગર તાલુકા મા તા. 28 ના મીઠાપર અને માલનકા,ગારીયાધાર તાલુકામાં ભામારીયા અને શકિતનગર,ઘોઘા તાલુકામાં બાદી અને પડવા,જેસર તાલુકામાં રાણીગામ અને કંત્રોડી,મહુવા તાલુકાનું નેસવડ અને ત્રાવિડા,પાલીતાણા તાલુકામાં ઠોરાળી અને સોનપુરી,સિહોર તાલુકામાં ખાખરિયા અને રાજપરા (ખોડીયાર),તળાજા તાલુકામાં પાવથી અને ફુલસર,ઉમરાળા તાલુકામાં રમણકા અને આલંપર તેમજ વલ્લભીપુરમાં જુનારતનપુર અને ચાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના રથ ફરશે.
ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કાર્યરત છે જે બાબતો ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવામા આવશે.