bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં એક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,ભાવનગરના તળાજા પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂનાં ગુન્હાનાં નાસતાં-ફરતાં આરોપી શાહનવાઝ સલીમભાઇ બેલીમ રહે.ધનબાઇ ચોક,તળાજા જી.ભાવનગરવાળા તળાજા જકાતનાકા,દુઃખી શ્યામ સર્કલ,પેટ્રોલ પંપ પાસે હાજર છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.જે અંગે તળાજા પોલીસને જાણ કરવામાં આવેલ છે.

નાસતાં-ફરતાં આરોપી શાહનવાઝ સલીમભાઇ બેલીમ ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે.ધનબાઇ ચોક,એ ટુ ઝેડની સામે, તળાજા,જી.ભાવનગર હાલ-ધનબુરા રોડ,RMVM સ્કુલ પાસે,કસ્તુરબા હોસ્પીટલ પાસે,વલસાડ

ગુન્હો કર્યા નું સ્થળ ભાવનગર,તળાજા પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૧૧૧૯૮૦૫૩૨૨૦૩૯૮/ ૨૦૨૨ પ્રોહી.એક્ટ કલમઃ-૬૫ એ,ઈ,૧૧૬બી વિગેરે મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,લગ્ધીરસિંહ ગોહિલ વગેરે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 371

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *