Breaking News

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસના ઉપલક્ષમાં નેશનલ ફેડરેશન ઓફ ધી બ્લાઈન્ડની ગુજરાત શાખાના દસ જેટલા પ્રજ્ઞાચક્ષુઓએ લીધી હતી.

દિવ્યાંગોને સમાજની મુખ્ય ધારામાં આગળ ધપાવવાં તેમજ તેમના પ્રત્યેનો લોકોનો દ્રષ્ટિકોણ બદલવાના ઉદ્દાત ભાવ સાથે દર વર્ષે ત્રીજી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૪ના આ વર્ષના આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસની થીમ “સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને વધુ વિસ્તૃત બનાવવું” રાખવામાં આવેલી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત અને સંવેદનાસ્પર્શી નેતૃત્વમાં રાજ્ય સરકારે આ થીમને અનુરૂપ એક અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીના આ અભિગમ અનુસાર રાજ્ય સરકારની સેવાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ-ખાસ ભરતી ઝુંબેશ હાથ ધરીને નિયમાનુસાર સમગ્રતયા અંદાજે ૨૧ હજારથી વધુ જગ્યાઓ પર દિવ્યાંગ વ્યક્તિઓની આવનારા વર્ષોમાં ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવેલી આ સંવેદના માટે નેશનલ ફેડરેશન ઓફ ધી બ્લાઈન્ડની ગુજરાત શાખાના પ્રજ્ઞાચક્ષુઓએ મુખ્યમંત્રીશ્રીને ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રત્યક્ષ મળીને તેમનું સન્માન કર્યુ હતું અને આભાર પ્રગટ કર્યો હતો.

આ વેળાએ ફેડરેશનની ગુજરાત બ્રાંચના પ્રેસિડેન્ટ અને જનરલ સેક્રેટરી સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શારીરિક કે માનસિક અશક્ત વ્યક્તિ પ્રત્યે સંવેદના દાખવીને વિકલાંગ વ્યક્તિઓને ‘દિવ્યાંગ’ જેવું સન્માનજનક નામ આપ્યું છે.

૨૦૧૬માં વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દિવ્યાંગજનોના અધિકારો માટે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-૨૦૧૬ પણ પસાર કર્યો છે, અને દિવ્યાંગજનોને સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે.
એટલું જ નહિ કેન્દ્ર અને રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 342

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *