ભાવનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ના પ્રથમ દિવસે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરસોતમભાઇ સોલંકીએ ભાવનગરની કોળિયાક અને હાથબ ગામની પ્રાથમિક શાળામાં ભૂલકાંઓને શાળામાં નામાંકન-પ્રવેશ અપાવવા માટે આવી પહોંચતા શાળાની બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
કોળિયાક ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રીના હસ્તે કોળિયાક ખાતે કેન્દ્રવર્તી-કન્યા શાળા, શક્તિનગર અને નિષ્કલંક શાળાના આંગણવાડીના ૪૦,બાલવાટિકાના-૬૧ કુમાર-કન્યા એમ કુલ-૧૦૧ ભુલકાઓને, ધો.૧મા-૫૯ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સ આપી તેમજ ધો-૯ અને ૧૦ના પ્રવેશપાત્ર-૨૩૦ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
તેવી જ રીતે હાથબ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમા હાથબ પ્રાથમિક શાળા-બંગલા અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આંગણવાડીના-૭૫, બાલવાટિકાના-૫૬, ધો.૦૧ મા-૦૩ અને ધો-૧૧મા-૧૧૪ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરસોતમભાઇ સોલંકીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશને વેગ મળે તે માટે સરકારશ્રી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ- શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે ત્યારે આપણા સહુની જવાબદારી બને છે કે,આપણું બાળક પ્રવેશથી વંચિત ન રહે અને શિક્ષણ ક્ષેત્રની તમામ યોજનાઓનો વધુને વધુ લાભ લઈ શિક્ષણ ક્ષેત્રે આગળ આવી ઉજ્વળ ભવિષ્ય બનાવવા આહવાન કર્યું હતું. પ્રવેશ મેળવવાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હાથબ પ્રાથમિક શાળા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રીએ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી.
બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યા બાદ કોળિયાક અને હાથબ ગામ લોકો સાથે બેઠક યોજી ગામના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. આ અવસરે હાથબ શાળા ખાતે મિતુલભાઈ રાવળે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
કોળિયાક અને હાથબ ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી રાજુભાઈ ફાળકી,જિલ્લા સદસ્ય શ્રી બચુબેન રઘુભાઈ ગોહિલ,શ્રી દિવ્યેશભાઈ સોલંકી,જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશભાઈ મેસવાણીયા સહિત ગામના સરપંચશ્રીઓ,જિલ્લા/તાલુકાનાં પદાધિકારીઓ-અધિકારીઓ અને શાળા- આંગણવાડીના ભૂલકાઓ,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.