bhavnagarBreaking NewsGujaratભક્તિ

ભાવનગર જિલ્લામાં આવેલી લોકભારતી સણોસરા ખાતે હાલ શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ્લ ભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર જિલ્લામાં આવેલી લોકભારતી સણોસરા ખાતે હાલ શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ્લ ભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે સરકારની નવી શિક્ષણ પ્રણાલીમાં સમાવિષ્ટ બાબતો લોકભારતીની પરંપરા છે.

મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ શ્રી મોરારિબાપુ દ્વારા રામકથાના માધ્યમથી સંસ્કૃતિ અને સંસ્કાર પહોંચાડવાની યાત્રાને વંદના કરી જણાવ્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વ સાથે રાષ્ટ્રમાં નવી શિક્ષણ પ્રણાલી આવી છે,જેમાનું કાર્ય લોકભારતીમાં થઈ રહ્યું છે.

સંસ્થાના સ્થાપકોના પુણ્ય સ્મરણ સાથે પ્રકૃતિ અને જન જન સુધી જોડાયેલ ગાંધી મૂલ્યો સાથેના સર્વોદય વિચારની બુનિયાદી શિક્ષણ દ્વારા રાષ્ટ્રવાદ અને રામનો સુયોગ રહ્યાનો ભાવ વ્યક્ત કર્યો.

લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવે સાથે શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી તથા શ્રી વિશાલભાઈ ભાદાણીએ શિક્ષણ મંત્રી શ્રીનેં અહીંની પ્રાસંગિક વિગતો આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર…

1 of 93

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *