મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું ધામધૂમથી,કંકુ ચોખાના ચાંદલા કરીને,ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કુંભણ ગામે ચૂંટણી કામગીરી માટે ચાર બુથના કર્મચારીઓ આવી પહોંચતા કુંભણ ગામના તલાટી મંત્રી,શિક્ષણની ટીમ અને ગ્રામ પંચાયત વતી નાની નાની બાળાઓ સાથે સામૈયું લીધું હતું.તેમજ આવેલા તમામ પોલિંગ સ્ટાફ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓને કપાળે કંકુ-ચોખાથી ચાંદલા કરી ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત કરી આવકાર આપવામાં આવ્યો હતો.
આ લોકશાહીના અવસરે કુંભણ પ્રાથમિક શાળાના બીએલઓશ્રી વિશાલભાઈ,શ્રી જયભાઈ,શ્રી રણછોડભાઈ,શ્રી રમેશભાઈ બારડ તથા શાળાના આચાર્યશ્રી જીતેન્દ્રકુમાર લાઠીદડિયા એ તમામને આવકાર્યા હતા.