સમગ્ર વિશ્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે તથા સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી દર વર્ષે ૧૦ મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.
રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોને લીધે ગીર અભ્યારણ્યમાં સિંહોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બરડા, ભાવનગર, અમરેલી અને ઉનામાં પણ સાવજોએ પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું છે ત્યારે આજે ઘોઘા તાલુકાના નેસવડ ગામમાં આવેલ શ્રી સરકારી માધ્યમિક શાળા ખાતે ‘વિશ્વ સિંહ દિવસની’ ઉજવણી કરવામાં આવી હતી.
‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણીમાં નેસવડ સરકારી માધ્યમિક શાળા વિદ્યાર્થીઓએ સિંહના મોહરા પહેરી સિંહ બનીને અનોખી રીતે આ દિવસની ઉજવણી કરી હતી. જેમાં શાળાના ૬૨ જેટલાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયાં હતાં. આ ઉજવણી માટે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડી માર્ગદર્શિત કર્યાં હતાં