bhavnagarBreaking NewsEducationGujaratHelthIndia

ભારત પરિભ્રમણ કરવાં સાયકલ યાત્રા પર નિકળ્યો સોમનાથના તાલાલાનો બોરવાવ( ગીર) ગામનો ભાવેશ સાંખટ. ૧૨માં દિવસે ભાવનગર આવી પહોંચતાં ભાવનગરનાં નવ યુવાનોએ સ્વાગત કર્યું

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના આગવા પ્રયાસો થકી ગુજરાતનની સાથે સાથે ભારત દેશને હરિયાળો બનાવવાની જે નેમ છે તેને સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ (ગીર) ગામના નવયુવાન ભાવેશ સોમભાઈ સાંખટ ખરા અર્થમાં સાકાર કરી રહ્યાં છે.ભાવેશ સાખંટે ભારત પરિભ્રમણ કરવા માટે તેમણે બોરવાવ ગામથી તા.૨૯ ઓગસ્ટ ના રોજ પ્રસ્થાન કર્યું છે. આજે તેઓ તેમના પ્રસ્થાનના બારમાં દિવસે ભાવનગર આવી પહોંચતાં ભાવનગરના યુવાનોએ સ્વાગત કર્યું હતું.

ભારત પરિભ્રમણ દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છ ભારત અભિયાન, પવિત્ર સ્થળે કચરો ન નાખવો, યુવા પેઢીને વ્યસન મુક્તિ માટેના અને સંસ્કૃતિને ઉજાગર કરતા સંદેશો આપશે અને તેઓ ૨ બે વર્ષ સુધી ભારતભરમાં વિવિધ જગ્યાઓએ પરિભ્રમણ કરશે.

આ તકે ભાવનગર આવી પહોંચેલા નવ યુવાનનું ભાવનગર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મીરાકુંજ સ્ટાફનાં શ્રી બુધેશભાઈ જાંબુચા,શ્રી રાજુભાઈ, શ્રી અશોકભાઈ મકવાણા, શ્રીવિક્રમભાઈ સોલંકી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ

ઠોડા ગામે મામલતદાર કુમારી જે.ડી.જાડેજા એ ધ્વજવંદન કરી લોકોનું અભિવાદન ઝીલ્યું…

79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

સ્વતંત્રતા પર્વને લઈને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ…

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 401

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *