bhavnagarBreaking NewsEducationGujarat

ભાવનગરની શામળદાસ આર્ટસ કોલેજ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ ઉજવાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા મદદનીશ નિયામકશ્રી (રોજગાર) ની કચેરી ભાવનગરના સંયુકત ઉપક્રમે શામળદાસ કોલેજના સહયોગથી ગુજરાત આર્થિક વિકાસ નિગમ લી.ગાંધીનગર પ્રેરિત તા.3-૮-૨૦૨૪ નાં રોજ નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિમિતે કલાભવન શામળદાસ આર્ટસ કોલેજ,ભાવનગર ખાતે મહિલા સ્વરોજગાર/રોજગાર મેળો યોજવામાં આવેલ હતો.

જેમાં ખાનગીક્ષેત્રની ૭ કંપનીઓ હાજર રહેલ હતી.કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી આર.કે.જાખણીયા,મદદનીશ નિયામકશ્રી (રોજગાર) મોનીષા સાહની,પ્રોટેક્શન ઓફિસર સુશ્રી હેતલ દવે,શામળદાસ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલશ્રી એમ.બી.ગાયજન,રજીસ્ટ્રારશ્રી એસ.પી.ઝાલા,પ્રો.ડો.નીતાબેન પ્રો.ડો.સંગીતાબેન,સંકલ્પ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ યોજનાની ટીમ,પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર,સખી વન સ્ટોપ સેન્ટર,વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, 181 મહિલા અભયમ હેલ્પલાઇન કોલેજની દિકરીઓ અને રોજગાર વાંછુક ૨૯૬ દિકરીઓ/મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યકાર્મમાં શાબ્દિક સ્વાગતમાં કોલેજના પ્રિન્સીપાલ દ્વારા રોજગાર ભરતી મેળો તેમજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીમાં ભાગ લેનાર તમામ દિકરીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી આર.કે.જાખણીયાએ નારી વંદન ઉત્સવ સપ્તાહ અંગે પ્રાથમિક માહિતી આપી નારી વંદનનું મહત્વ સમજાવ્યું હતું.

વધુમાં તેમણે ગુજરાત સરકારની મહત્વની મહિલા માટે રોજગારલક્ષી કલ્યાણકારી યોજનાઓ વિશે સમજ આપી હતી.ત્યારબાદ મદદનીશ નિયામકશ્રી,મોનીષા સાહની દ્રારા રોજગારી માટેના વિવિધ પોર્ટલ અને એપ્લીકેશન તેમજ રોજગાર અધિકારીની કચેરીમાં કાર્યરત યોજનાની માહિતી આપવામાં આવેલ હતી.દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સુશ્રી હેતલ દવેએ મહિલા સ્વાવલંબન યોજનાની માહિતી આપેલ હતી.કાર્યક્રમના અંતે કોલેજના પ્રાધ્યાપકશ્રી ડો.નીતાબેન વ્યાસ દ્રારા સૌનો આભાર માની સ્ટેજ કાર્યક્રમ પુર્ણ કરી ૭ ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા ઈન્ટરવ્યુની પ્રકિયા શરૂ કરવામાં આવેલ જેમાં વિવિધ જગ્યાઓ માટે રોજગાર ઈચ્છુક ૨૨૦ જેટલી દિકરીઓએ રૂબરૂ ઈન્ટરવ્યુ આપેલ હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

1 of 358

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *