ગારિયાધાર તાલુકાના સુરનગર ગામે આજે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવી પહોંચ્યો હતો.જ્યાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ઓનલાઇન સંબોધનને ગ્રામજનોએ નિહાળ્યું હતું.વડાપ્રધાનશ્રીએ આજે ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
ગ્રામજનોએ સંકલ્પ રથને ઉષ્માભેર આવકાર આપી લોકકલ્યાણકારી યોજનાની માહિતી અંગેની શોર્ટફિલ્મ નિહાળી હતી.વધુમાં ગ્રામજનોએ વિકસિત રાષ્ટ્રના નિર્માણની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી.
આ તકે ઉપસ્થિત જિલ્લા કલેકટરશ્રી આર. કે.મહેતા એ ગ્રામજનોને સરકારની પ્રત્યેક યોજનાકીય માહિતીની જાણકારી રાખવા તેમજ યોજનાનો લાભ લઈને લાયક લાભાર્થીઓને જાગૃત કરવાનો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે,જિલ્લાના ગામેગામ ભ્રમણ કરી રહેલી સંકલ્પ રથનો આશય છેવાડાના માનવીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપીને તેમનુ જીવનસ્તર સુધારવાનો છે.
મેરી કહાની મેરી જુબાની કાર્યક્રમ અંતર્ગત યોજનાકીય લાભો થકી જીવનમાં આવેલા બદલાવ અંગે લાભાર્થીઓએ પોતે પોતાના અનુભવોને ગ્રામજનો સમક્ષ રજૂ કરીને સરકારની તમામ યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા.વધુમાં કાર્યક્રમ સ્થળે લાગેલા બેનરો,પોસ્ટરોના માધ્યમથી પણ ગ્રામજનો સરકારની વિવિધ યોજનાઓની માહિતીથી વાકેફ થયા હતા.
કાર્યક્રમ ભાવનગર ડિસ્ટીકટ બેંકના ચેરમેનશ્રી કેશુભાઈ નાકરાણી,મામલતદાર શ્રી રમેશભાઈ કુંભાણી,તાલુકા વિકાસ અધિકારીશ્રી,ચીફ ઓફિસર શ્રી, જિલ્લા-તાલુકાના સંબંધિત વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ,લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.