આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ હતી.જેમાં ગત બેઠકમાં એડવાઈઝરી કમિટીમાં થયેલ કાર્યવાહીની ચર્ચા,ભાવનગર જિલ્લામાં જન્મ સમયે જાતિ પ્રમાણદર અને ઓછા જન્મ સમયે જાતિ પ્રમાણદર અંગેની તાલુકા વાઇઝ સમીક્ષા,નવા રજીસ્ટ્રેશન,રિન્યુઅલ રજીસ્ટ્રેશન બાબતે જરૂરી ચર્ચા કરી બહાલી આપવાની સાથે ક્લિનિકની ઓચિંતી તપાસના વેરિફિકેશન સંદર્ભ જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ચંન્દ્રમણીએ પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે જિલ્લામાં થયેલી કામગીરી બાબતે ઉપસ્થિત તમામ સભ્યોને માહિતગાર કર્યાં હતા.
બેઠકમાં પ્રોબેશનરી આઇ.એ.એસ.અધિકારી શ્રી આયુષી જૈન,પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરમેનશ્રી સુમિતભાઈ ઠક્કર,જિલ્લા આરસીએચ અધિકારીશ્રી ડૉ. કે.એમ.સોંલકી,તમામ તાલુકાઓના તાલુકા હેલ્થ ઓફીસરશ્રીઓ સહિત પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના સંબંધિત અમલીકરણ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.