Breaking News

ગારીયાધાર શહેરમાં પાણીની અતિ વિકટ તંગી અને અવ્યવસ્થિત વિતરણ ને કારણે પ્રજાના હિતમાં થશે ઉપવાસ આંદોલન : ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી

૧૦૧ ગારીયાધાર વિધાનસભાના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા મામલતદારને રજુઆત કરવામાં આવેલ કે ગારીયાધાર શહેરમાં છેલ્લા એક થી દોઢ મહિનાથી પાણી અવ્યવસ્થિત અને અપૂરતું મળવાથી શહેરીજનોમાં વ્યાપક પ્રમાણમાં રોશ છે

આ બાબતે અસંખ્ય વાર ગારીયાધાર નગરપાલિકા કચેરી ખાતે રજુઆત કરવામાં આવેલ છે પરંતુ કોઈ સુખદ પરિણામ આવેલ ન હોય હાલ શિયાળાની ઋતુ હોવા છતા શહેરમાં ૮ થી ૧૦ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે તે માનવીય ભુલોને કારણે હોવાનું જણાય છે

આ બાબતે અસંખ્ય વાર ગારીયાધાર નગરપાલિકા કચેરી ખાતે રજુઆત કરવામાં આવેલ છે પરંતુ કોઈ સુખદ પરિણામ આવેલ ન હોય હાલ શિયાળાની ઋતુ હોવા છતા શહેરમાં ૮ થી ૧૦ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે તે માનવીય ભુલોને કારણે હોવાનું જણાય છે

ગત ચોમાસામાં ગારીયાધાર શહેર તાલુકામાં ૧૩૦ થી ૩૫%વરસાદ નોંધાયેલ છે તેમછતાં શહેરમાં અનિયમિત અને અપૂરતું પાણી મળે છે તેથી પ્રજાના હિતમાં જો તારીખ ૯/૧૨/૨૦૨૪ ને સોમવાર સુધીમાં યોગ્ય અને સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી નહી મળેતો અમો આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે પ્રજાને સાથે રાખી તા.૦’૧૨/૨૦૨૪ ને મંગળવાર ના રોજ મામલતદાર કચેરી ખાતે ઉપવાસ ઉપર બેસવા ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ જણાવ્યું હતું

ઉપવાસ આંદોલન પ્રજાના હિતાર્થે અને વહીવટીતંત્રની અણઆવડતની સામે હોય ત્યારે ઉપવાસ આદોલન કરવામાં કોઈ અઘટિત બનશે તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેવી લેખીત રજુઆત કરાઇ હતી

જ્યારે આ તંત્ર સાથે ખુદ ધારાસભ્યને પણ ઉપવાસ પર બેસવા મજબુર થવું પડતું હોય ત્યારે આમ જનતાનું તો અહીં કોણ સાંભળતું હશે તે પણ ચિંતાનો પ્રશ્ન છે વહેલીતકે સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવે તેવી શહેરીજનો ઇચ્છિ રહ્યા છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

1 of 343

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *