bhavnagarBreaking NewsEducationGujarat

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા એ પાલિતાણાની આદપુર વાડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો.

સમગ્ર ગુજરાતમાં ૨૧ મા શાળા પ્રવેશોત્સવનો આજરોજ પ્રારંભ થયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં પાલીતાણા ખાતે શ્રી આદપુર વાડી પ્રાથમિક શાળા ખાતે રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૩ મા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાળા પ્રવેશોત્સવ ની શરૂઆત કરી હતી. છેવાડાના માનવીઓનાં બાળકોના શિક્ષણની ચિંતા સરકાર કરી રહી છે આ ઉપરાંત ખાસ કરીને દીકરીઓ શિક્ષણ થકી આગળ આવે અને પરિવારનું નામ રોશન કરે તેવું જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી શાળાઓ સ્માર્ટ શાળાઓ બની રહી છે અને સરકાર શિક્ષણ ની સાથો સાથ સ્કોલરશીપ આપીને બાળકોના માતા પિતાને આર્થિક મદદરૂપ થઈ રહી છે. આ ઉપરાંત મંત્રીશ્રીએ બાલવાટિકા અને ધો. ૧ મા પ્રવેશ મેળવનાર બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભમાં મહાનુભાવોને પુસ્તક આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.છેવાડાના માનવીઓનાં બાળકોના શિક્ષણની ચિંતા કરતી સરકાર : મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

આદપુર ખાતે શાળા પ્રવેશોત્સવમાં શ્રી નૂતન સિંહ ગોહિલ, શ્રી ગોપાલભાઈ વાઘેલા, શ્રી ઘનશ્યામભાઈ શિહોરા, શ્રી નરસિંહ ભાઈ પરમાર, શ્રી ધનજીભાઈ બાલધીયા, શ્રી જીગરભાઈ વાઘેલા, શ્રી લાલજીભાઈ સોલંકી, શ્રી નરુભાઈ આંબલીયા સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તિક્ષ્ણ હથિયાર ભાલો આખલાના પેટમાં ભોંકી દેવાયો, ઓપરેશન કરી ભાલો અને અન્ય ૨૫ કિલો કચરો પેટમાંથી બહાર કઢાયો

અગિયાળી જીવદયા હોસ્પિટલની તબીબી ટીમે સતત ૬ કલાક ઓપરેશન હાથ ધરી ભાલા સાથે અંદાજે…

1 of 349

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *