અહેવાલ બ્યુરો દ્વારા
અમદાવાદ ગુજરાત ના ગોતા વિસ્તાર માં રહેતી અભિનેત્રી પાયલ સિહોરા તેઓ મોડલીંગ અને એક્ટિંગ અને ગુજરાતી અર્બન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં જોડાયેલ અભિનેત્રી પાયલ સિહોરા દ્વારા સ્મિત ચૌહાણ નામના શખ્સ વિરદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે
અભિનેત્રી પાયલ સિહોરા દ્વારા મળતી માહિતી મુજબ સ્મિત ચૌહાણ નામના શખ્સ એ અભિનેત્રી પાયલ સિહોરા ફોન તેમજ મેસેજ દ્વારા અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ધાક ધમકી આપતો હતો અને પૈસા ની માંગણી કરતો હતો સાથે તેને સોશિયલ મીડિયા ના માધ્યમ એવા ઈન્સ્ટાગ્રામ પર લાઈવ માં અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ધાક જમાવનો પ્રત્યન કરતો હતો
સ્મિત ચૌહાણ નામના શખ્સ વારંવાર અભિનેત્રી પાયલ સિહોરા ને પોલીસ અધિકારી ની ધમકી આપી રહ્યો હતો મારા કોન્ટેક્ટ પોલીસ અધિકારી સાથે ક્રાઇમ બ્રાન્ચ ના અધિકારી સાથે આ વ્યક્તિ રાજકારણી ઓ તેમજ રાજપૂત સમાજ ના અમુક મોટા મોટા વ્યક્તિ ના નામ આપી ધમકી આપી રહ્યો હતો સાથે આ વ્યક્તિ અભિનેત્રી પાયલ સિહોરા સહિત કેટલા લોકો ને આવી ધમકી આપી તેના પર હક જમાંવતો હોઈ એની શું ખાતરી કરી શકાય હું અભિનેત્રી પાયલ સિહોરા ગુજરાત સરકાર ના
ગૃહરાજ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવી તેમજ ગુજરાત ના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પાસે એક જ ન્યાય માગું ગુજરાત માં આવા લૂખા તત્વો તેમજ ગુજરાત સૌરાષ્ટ્ર ની ઘણી બધી બેન દિકરી નું સ્વમાન અને એના જોડે ના થવાનું થઈ રહ્યું છે
સ્મિત ચૌહાણ નામના શખ્સ અભિનેત્રી પાયલ સિહોરા ને પોતાની સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવા પ્રયાસ કરવામાં આવે છે પરંતુ ચોક્કસ સમય પર અભિનેત્રી પાયલ સિહોરા એ પોતાની હિંમત દાખવી તરતજ પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવવામાં આવી.
સ્મિત ચૌહાણ અભિનેત્રી પાયલ સિહોરા સહિત તેમનાં મિત્ર વર્તુળ ને મેસેજ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી હેરાન કરેલ છે તેમજ અભિનેત્રી પાયલ સિહોરા ને ઘણી બધી રીતે ધાક ધમકી આપી બદનામ કરવા માટે મજબૂર કરે છે
સ્મિત ચૌહાણ નામના શખ્સ એવી હિંમત કે અભિનેત્રી પાયલ સિહોરા ને કહે છે કે ૫-૬ દિવસ માં તને ક્રાઇમ બ્રાન્ચ માંથી નોટિસ આવી તને જેલ હવાલે કરશે આવી ધમકી ગુજરાત રાજ્ય માં બેન દિકરી ઉપર આવા અસામાજિક તત્વો દ્વારા ધાક જમાવી બેઠા છે
હું અભિનેત્રી પાયલ સિહોરા ગુજરાત સરકાર ના પોલીસ વિભાગ તેમજ ગુજરાત સરકાર ના ગૃહરાજ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવી તેમજ ગુજરાત ના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પાસે એક અપીલ કરું મારા જેવી ઘણી બધી બેન દિકરી ને આવા અસામાજિક તત્વો દ્વારા ધાક ધમકી આપી અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ધાક જમાવી બેઠા છે આવા લૂખા તત્વો પર કોઈ એક્શન લઈ ગુજરાત ની બેન દિકરી નું રક્ષણ કરવામાં આવે એજ અપીલ છે
આપની
અભિનેત્રી પાયલ સિહોરા