Breaking NewsCrime

તસ્કર ટોળકી સક્રિય ભિલોડાની જીવન જ્યોત સોસાયટીમાંથી ₹ 85,000 નું બાઈક ચોરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં તસ્કર ટોળકી સક્રિય બનતા પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવાની તાતી જરૂરિયાત છે.
ભિલોડા તાલુકા મથક ખાતે દિન – પ્રતિ – દિન બાઈક ચોરીના બનાવ વધી રહ્યા છે.ભિલોડામાં જીવન જયોત સોસાયટી,આઈ.ટી.આઈ પાછળ રહેતા વિમલ ખાતુભાઈ કટારાના ધર આગળ કોટની બહાર ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ ₹ 85,000 નું બજાજ પલ્સર 200 સી.સી , ગ્રે – બ્લેક કલરની
બાઈક નંબર. જી.જે.31.એલ.9475 નું અજાણ્યા તસ્કરોએ લોક તોડી બાઈકની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા હતા.બાઈક ધારક વિમલ ખાતુભાઈ કટારાએ બાઈક ચોરી સંદર્ભે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

1 of 394

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *