Breaking NewsCrime

દાંતા પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-334 કી.રૂ.51,495/- તથા મોબાઈલ નંગ-1 કી.રૂ.500/- તથા મારૂતી 800 ગાડી કી.રૂ.50,000/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ.1,01,995/- સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા

અમિત પટેલ.અંબાજી

સરસ્વતી નગરી અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. હાલમાં દાંતા તાલુકામાં બે નંબરના લોકો નો ભારે ત્રાસ વધવા પામ્યો છે ત્યારે પોલીસ પણ એક્શન મોડમા જોવા મળી રહી છે જેમાં શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી.

જેમા શ્રી ડી. આર. ગઢવી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ આ કાર્યવાહી કરાઇ હતી જેમા
હેડ. કોન્સ. દિલીપસિંહ તથા પો.કોન્સ ઈશ્વરભાઈ ભીખાભાઇ, પ્રકાશભાઈ, નાથુભાઈ, પ્રભુભાઇ નાઓ દાંતા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો.ઈશ્વરભાઈ ભીખાભાઇને બાતમી હકીકત મળેલ કે દાંતા તરફથી એક મારૂતી 800 ગાડી GJ-01-AR-7673 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આગળ જનાર છે જે બાતમી હકીકત આધારે પાલનપુર-દાંતા હાઇવે પેથાપુર ત્રણ રસ્તા પાસે વોચમાં હતા દરમિયાન હકીકત વાળી ગાડી આવતા તેને નકાબંધી કરી પકડી પાડી ગાડીમાં જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-334 કી.રૂ.51,495/- તથા મોબાઈલ નંગ-1 કી.રૂ.500 /- તથા મારૂતી 800 ગાડી કી.રૂ.50,000/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ.1,01,995/-* ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક મેપેન્દ્રસિંહ ઉર્ફ મેપભા વીરસિંહ ડાભી રહે. અંધારિયા તા. વડગામ વાળા વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ દાંતા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

1 of 395

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *