Breaking NewsCrime

પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-600/- કી.રૂ. 73,680/- તથા હોન્ડા સીટી ઞાડી તથા મોબાઈલ સાથે કુલ કી.રૂ. 1,79,180/- નો મુદૃામાલ સાથે બે ઈસમો પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

💫 મહે.આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા

         💫 શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ
💫 હેડ.કોન્સ યશવંતસિંહ, રાજેશકુમાર,તથા પો.કોન્સ જોરાવરસિંહ,ગજેન્દ્રદાન દિલીપસિંહ,નિશાંત પાલનપુર તાલુકા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના *હેડ.કોન્સ યશવંતસિંહ* નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અમીરગઢ તરફથી એક હોન્ડા સીટી ગાડી નં.GJ-02-CG-7457 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી ચિત્રાસણી તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે નાકાબંધી કરી પોલીસ નાકાબંધી જોઈ ગાડી ભગાડતાં પીછો કરી પકડી પાડી સદરે ગાડીમાંથી  બોટલ નંગ-600/- કિ.રૂ.73,680/- તથા હોન્ડા સીટી ગાડીની કિ.રૂ.1,00,000/- તથા મોબાઈલ નંગ-2 કી.રૂ.5500 મળી એમ કુલ મુદામાલ કિ.રૂ.1,79,180/-ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક નટુભાઈ ભાઈલાલભાઈ સોલંકી (ઓડ) રહે.ભાવનગર તથા નરેશભાઈ રતિલાલ વસાવા રહે.ઝોખલા તા.વાલિયા જી.ભરૂચવાળાઓ મળી આવતા તેના વિરુદ્ધ  પ્રોહીબીશન એક્ટ મુજબ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

1 of 395

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *