Crime

750 કરોડના ભ્રષ્ટાચાર મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સહિત ત્રણ સામે ગુનો દાખલ કરતી એસીબી

 

વિવિધ કામોના નામે વિપુલ ચૌધરીએ અંદાજે 750 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો: એસીબી

અમદાવાદ: અમદાવાદ એન્ટી કરપશન બ્યુરો દ્વારા વિપુલભાઈ માનસિંગભાઈ ચૌધરી, તત્કાલીન ચેરમેન, ધી મહેસાણા દુધ ઉત્પાદક સંધ લીમીટેડ (દુધ સાગર ડેરી મહેસાણા) તથા શ્રીમતી ગીતાબેન વિપુલભાઇ ચૌધરી તથા પવન વિપુલભાઇ ચૌધરી તથા શૈલેષ પરીખ, ચાર્ટડ એકાઉન્ટન્ટ વિરૂધ્ધ ભ્રષ્ટચાર નો ગુનો દાખલ દાખલ કર્યો છે અને વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 1 વર્ષથી એસીબી દ્વારા આ મામલે તપાસ ચાલી રહી હતી તેવું જાણવા મળ્યું છે.

આ વિશે એસીબીની મળતી માહિતી મુજબ ધી મહેસાણા જિલ્લા દુધ ઉત્પાદન સંઘ લી. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ અન્વયે ગુજરાત રાજ્ય સહકારી મંડળીઓની કચેરી ખાતે નોંધાયેલ સહકારી સંસ્થા છે. જે સામાન્ય રીતે દુધસાગર ડેરી તરીકે ઓળખાય છે.

આ સંઘને ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યો માટે નાણાંકીય સહાય આપવામાં આવે છે, જેનો સરકારશ્રી દ્વારા નિર્ધારીત નિયમો અને માર્ગદર્શિકા મુજબ ઉપયોગ કરી સંઘે પોતાની કામગીરીને આગળ ધપાવવાની હોય છે. આ દુધસાગર ડેરીનો મુખ્ય ઉદ્દેશ દુધ ઉત્પાદન કરતા પશુપાલકોને તેમના ઉત્પાદનના બદલામાં યોગ્ય નાણાંકીય વળતર મળી રહે અને આ દુધ તથા દુધમાંથી અલગ અલગ ચીજવસ્તુઓ બનાવી ગ્રાહકો સુધી પહોચાડવાનુ કામ કરી, જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થા તરીકે ભુમિકા નિભાવવાનો છે.

આ દુધસાગર ડેરીની નાની મોટી પેટા ડેરીઓ, દુધ કોલ્ડ સ્ટોરેજ, પશુ સંવર્ધન કેન્દ્રો તેમજ ડેરી સાયન્સ કોલેજ કાર્યરત છે. ધી મહેસાણા જિલ્લા દુધ ઉત્પાદન સંઘ લી. (દુધસાગર ડેરી) માં સને-૨૦૦૫ થી સને-૨૦૧૬ દરમ્યાન ચેરમેન તરીકે વિપુલભાઇ ચૌધરી કાર્યરત હતા. તે દરમ્યાન વિપુલભાઈ ચૌધરી, તત્કાલીન ચેરમેન, દુધસાગર ડેરી, મહેસાણાનાએ વર્ષ-૨૦૦૫ થી સને-૨૦૧૬ સુધીમાં પોતાની સત્તાનો દુરઉપયોગ કરી, ટેન્ડર પ્રક્રીયા કર્યા વગર બલ્ક મિલ્ક કુલરની ખરીદી કરી, ગેરકાયદેસર રીતે એડ્વોકેટનો ખર્ચ સંઘમાંથી ઉધારી, સંસ્થા દ્વારા સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ પરવાનગી વગર કરોડોના બાંધકામ કરી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી સત્તાનો દૂરઉપયોગ કરેલ હોવાનું સામે આવ્યું છે. તેમજ પ્રોવાઇડીંગ એન્ડ સપ્લાય એન્ડ ઇન્સ્ટોલેશન ઓફ હોડીંગ બોર્ડ બનાવવા માટે ઉંચા ભાવ વાળી કમ્પનીને કોન્ટ્રાક્ટ આપી તેને ફાયદો કરાવેલ છે.

તેમજ સાગરદાણ ભરવાના બોરા ખરીદીમાં બજાર કિંમતથી ઉંચા ભાવે વધુ ચુકવી બારદાનની ખરીદી કરી સંઘને આર્થિક નુકશાન કરેલ છે. વિપુલભાઇ ચૌધરી, તેમની પત્નિ ગીતાબેન ચૌધરી, તેમના દિકરા પવન ચૌધરી તથા તેઓના મળતીયા માણસો સાથે મળી, બનાવટી રજીસ્ટર્ડ કમ્પનીઓ ઉભી કરી, તેમાં ડાયરેક્ટર તરીકે પોતાના પરીવારના સભ્યો ગીતાબેન વિપુલભાઇ ચૌધરી, પવન વિપુલભાઇ ચૌધરી તથા અન્ય સગા સબંધીઓને રાખી સને-૨૦૦૫ થી આજદિન સુધીમાં ધી મહેસાણા દુધ ઉત્પાદક સંઘ લીમીટેડ (દુધ સાગર ડેરી) માંથી અપ્રમાણીક પણે એક બીજાના મેળાપીપણામાં ગેરરીતી આચરી અંદાજીત રૂપિયા ૭૫૦ કરોડની ઉચાપત કરી, સત્તાનો દુરઉપયોગ કરી, પોતાના અંગત નાણાકીય લાભ સારૂ મેળવેલ કરોડો રૂપિયાની રકમ બનાવટી રજીસ્ટર્ડ કમ્પનીઓ મારફતે હેરફેર કરી ભ્રષ્ટાચાર આચરી પોતાના હોદ્દાનો દુરઉપયોગનો ગુન્હો કરેલ છે.જેથી આ આરોપીઓ વિરૂધ્ધ મહેસાણા એસીબી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૫/૨૦૨૨ ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનીયમ-૧૯૮૮ (સુધારો-૨૦૧૮)ના કાયદાની કલમ-૧૨, ૧૩(૧), તથા ૧૩(૨) અને ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭,૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબનો ગુનો એસીબી દ્વારા દાખલ કરવામાં આવેલ છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બહારથી દર્શનના બહાને અંબાજી આવીને જુગાર રમવો ફેશન, અંબાજી પોલીસ ત્રાટકી, ભવાની ની હોટલમાં જુગાર રમાતો હતો

યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં…

1 of 83

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *