Crime

વલ્લભીપુર તાલુકા ના પાટણા ગામે થી ભારતીય બનાવટ ના ઈગ્લિસ દારૂ ની બોટલ નંગ-180 કુલ કી.રૂ.54,000/- ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વલ્લભીપુર પોલીસ

પીએસઆઈ  ડિ કે સરવૈયા જ્યારથી વલભીપુર પોલીસ સ્ટેશન માં જેસર થી વલભીપુર ખાતે બદલી થતાં ત્યારે થી. અસામાજીક તત્વો માં ફફડાટ ફેલાઈ ગયો છે અને દારૂ જુગાર નાં. અસામાજીક તત્વો માં ફફડાટ વ્યાપી ગયો છે.   ત્યારે.  વલભીપુર શહેરમાં અને તાલુકાના લોકો માં.  વલભીપુર પોલીસ ની કામગીરી ને લોકો બીરદાવે છે. લોકો માં ખુશી જોવો મળે છે અને. લોકો એવું પણ કહે છે કે વલભીપુર માં આવાજ જાંબાજ સિંઘમ પીએસઆઇ ની જરૂર હતી

  ભાવનગર રેન્જ IGP શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિન્દ્રપટેલ સા. નાઓએ પ્રોહી-જુગાર ની ગે.કા. પ્રવૃતી નેસ્ત નાબુદ કરવાની ખાસ ઝુંબેશ નું આયોજન કરેલ હોય  જે અન્વયે ના.પો.અધિ.શ્રી આર.ડી.જાડેજા સા. પાલીતાણાના ઓના માર્ગદર્શન હેઠળ PSI શ્રી ડી.કે.સરવૈયા સાહેબ પોલીસ સ્ટાફ સાથે વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગ માં હતા.

તે દરમ્યાન પોલીસ ને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે વલ્લભીપુર તાલુકા ના પાટણા ગામના ઉદયભાઈ કરશનભાઈ સાટીયા  પોતે પોતાના ઘર ની બાજુમાં આવેલા ખંડેર વાડામાં ભારતીય બનાવટ નો ઈંગ્લીશ દારૂ નો જથ્થો ઉતારેલ છે.જે હકીકત આધારે મજકુર આરોપી ના ઘર ની બાજુમાં આવેલા વાડામાં રેઈડ કરતા આરોપી  કરશનભાઈ ઉદયભાઈ  સાટીયા  રહે.પાટણા તા.વલ્લભીપુર  વાળા રેઈડ દરમ્યાન  ભારતીય બનાવટ ની ઈંગ્લીશ દારૂ ની બોટલ નંગ-180/-  કુલ કી.રૂ.54,000/- ના  મુદામાલ સાથે રેઈડ દરમ્યાન મજકૂર ઈસમ ને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી આગળ ની તપાસ PSI શ્રી ડી.કે.સરવૈયા સાહેબ નાઓ  ચલાવી રહેલ છે.

આ કામગીરી માં  PSI ડી.કે.સરવૈયા સાહેબ સાથે હેડ કોન્સ. ડી.એમ.ગજજર તથા હેડ.કોન્સ. જે.બી.સાગા  તથા પો.કોન્સ. પ્રવિણસિહ વાળા  તથા હેડ કોન્સ. સી.બી.પરમાર તથા  પો.કોન્સ. ગીરીરાજસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. ડી.એસ.ગોહીલ નાઓ જોડાયા હતા

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *