bhavnagarBreaking NewsCrimeGujarat

જાહેરમાં ગંજીપત્તાના પાના-પૈસા વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં સાત માણસોને રોકડ રૂ.૫૪,૨૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

તા.૨૪/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન તરૂણભાઇ નાંદવા પો.કોન્સ.પેરોલ ફર્લો સ્કવોડ,ભાવનગરનાઓને બાતમી મળેલ કે,ડુંડાશ ગામે પાણીની ટાંકી પાસે,બાવળની કાંટમાં અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમે છે.જે બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબના ગંજીપત્તાના પાના-રૂપિયા સાથે હાજર મળી આવેલ.તેઓ તમામ વિરૂધ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
પકડાયેલ આરોપીઃ-
1. દિપકભાઇ ઉર્ફે નનુ ટીણાભાઇ બારૈયા ઉ.વ.૨૫ રહે.ડુંડાશ તા.મહુવા જી.ભાવનગર
2. ઇરફાનભાઇ ઉર્ફે ધમો અહેમદભાઇ શેખ ઉ.વ.૩૦ રહે.ભાદ્રોડ ગેઇટ, ચારાપીઠ,મહુવા જી.ભાવનગર
3. યુનુસભાઇ ઉર્ફે રાહુલ અલ્લારખભાઇ શેખ ઉ.વ.૪૬ રહે.ઇન્દીરાનગર, મહુવા જી.ભાવનગર
4. મિતેશભાઇ પ્રતાપભાઇ શાહ ઉ.વ.૪૮ રહે.જુની શાકમાર્કેટ પાસે, મહુવા જી.ભાવનગર
5. અશોકભાઇ વેલજીભાઇ મકવાણા ઉ.વ.૨૫ રહે.જનતા પ્લોટ નં.૨,શાળા નં.૫ પાસે, મહુવા જી.ભાવનગર
6. લક્ષ્મણભાઇ જોળીયા ઉ.વ.૪૯ રહે.અનાજના સરકારી ગોડાઉન પાસે,નુતનનગર,મહુવા જી.ભાવનગર
7. મગનભાઇ લખમણભાઇ બારૈયા ઉ.વ.૫૭ રહે.ડુંડાશ, તા.મહુવા જી.ભાવનગર
રેઇડ દરમિયાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપત્તાના પાના-૫૨ તથા રોકડ રૂ.૫૪,૨૦૦/-મળી કુલ રૂ.૫૪,૨૦૦/- નો મુદ્દામાલ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પોલીસ કર્મચારી તરૂણભાઇ નાંદવા,મજીદભાઇ શમા,જયદિપસિંહ પ્રવિણસિંહ,પીનાકભાઇ બારૈયા વગેરે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હાથ ધરાઇ

ગેરરીતિ બદલ દુકાનદારો પાસેથી કુલ રૂ. ૩૯૩૭૧/- જેટલી રકમનો દંડ વસુલ કરાયો એબીએનએસ,…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 401

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *