bhavnagarBreaking NewsCrimeGujarat

બગદાણા પંથકમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમનો સપાટો રોકડ રૂ.૩૪,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં બે પુરૂષોને ઝડપી લીધાં.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૨૪/૧૨/૨૦૨૩ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન જુગાર અંગે મળેલ બાતમી આધારે નેસડા વાડી વિસ્તાર તરીકે ઓળખાતી વાડીની બાજુમાં આવેલ નદીમાં બાવળની ઝાડીમાં રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ બગદાણા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓઃ-
1. દિલુભાઇ કાળુભાઇ કામળીયા ઉવ.૫૪ ધંધો-ખેતી રહે.કળમોદર, તા.મહુવા જી.ભાવનગર
2. મહેન્દ્રસિંહ બળવંતસિંહ સરવૈયા ઉવ.૩૯ ધંધો-ખેતી રહે.રાજપરા, તા.જેસર જી.ભાવનગર
રેઇડ દરમિયાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૩૪,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૩૪,૫૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અરવિંદભાઇ મકવાણા,જયદાનભાઇ લાંગાવદરા,ફાલ્ગુનસિંહ ગોહિલ જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

1 of 104

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *