bhavnagarBreaking NewsCrimeGujarat

ચોરી થયેલ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૦૮/૦૮/૨૦૨૪ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, મરૂન કલરનું ટી શર્ટ તથા રાખોડી કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ એક માણસ ક્રેસન્ટ સર્કલ,મુકદ્દર ચા પાસે રોડ ઉપર ઉભેલ છે.જે આવતાં-જતાં માણસોને મોબાઇલ બતાવી વેચાણ કરવા માટે પુછપરછ કરે છે.જે મોબાઇલ ફોન તેણે કયાંકથી ચોરી કરેલ હોવાની શંકા છે.જે અંગે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ પાસેથી મોબાઇલ ફોન મળી આવતાં તેની પુછપરછ કરતાં તે મોબાઇલ ફોન અંગે ફર્યું- ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતો નહિ હોવાથી મોબાઇલ ફોન શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઇ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

આ માણસની મોબાઇલ ફોન બાબતે પુછપરછ કરતાં આજથી આશરે એકાદ મહિના પહેલાં બપોરના સમયે ભાવનગર,મેઇન બજારમાં આવેલ રાજા ફુટવેર નામની દુકાનેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ.જેથી તેને આગળની વધુ કાર્યવાહી થવા માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ માણસઃ-દિપક અરવિંદભાઇ મોણપરીયા ઉ.વ.૧૮ અને ૪ મહિના ધંધો-મજુરી રહે.મફતનગર, દેવીપુજક વાસ, હરસિધ્ધીમાં વાળો ખાંચો, સુભાષનગર, ભાવનગર

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-સીલ્વર કલરનો રેડમી કંપનીનો ડિવાઇસ નેમ-Redmi 12 મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- નો મુદ્દામાલ

શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-ગંગાજળીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૧૨૪૦૭૮૬/૨૦૨૪ B.N.S. કલમઃ-૩૦૩(૨) મુજબ

આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ-
1. ઘોઘા રોડ પો.સ્ટે. ગુ.ર.નં.૨૦૫૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૪૨૭,૫૦૪,૫૦૬(૨) વિગેરે મુજબ
2. ઘોઘા રોડ પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૯૮/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ-૫૦૪,૫૦૬(૨),૧૧૪ વિગેરે મુજબ
3. ઘોઘા રોડ પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૪૨/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ-૩૯૪,૩૪ તથા જી.પી.એકટ કલમઃ-૧૩૫ મુજબ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વનરાજભાઇ ખુમાણ,જયદિપસિંહ ગોહિલ,કેવલભાઇ સાંગા જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

બાબરા પંથકના તાવેદર ગામના જાલાભાઈ અને તેના પત્ની બન્ને બસમાં મોબાઈલ ભુલી ગયા અને પછી માનવતાને શોભાવતો કિસ્સો

ગારિયાધાર ડેપોથી રાજકોટ રૂટના બસ ડ્રાઈવર અને કંડકટરની પ્રમાણિકતા ને સલામ...બન્ને…

1 of 390

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *