bhavnagarBreaking NewsCrimeGujarat

ચોરી થયેલ મોટર સાયકલ કિ.રૂ.૩૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ તથા વાહન ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરી,વાહન ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

તા.૦૨/૦૪/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ઉપરોકત સુચના આધારે ભાવનગર સીટી વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન A.S.I. અનિરૂધ્ધસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,લીલા સર્કલ,ભારત પેટ્રોલ પંપ પાસે ગુલાબી વાદળી પટ્ટાવાળું નંબર પ્લેટ વગરનું તથા આગળનાં ભાગે માં મોમાઇ લખેલ સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇને ઉભેલ છે.જે મોટર સાયકલ તેણે કયાંકથી ચોરી કરેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ નીચે મુજબના શંકાસ્પદ વાહન સાથે હાજર મળી આવેલ.જે વાહન અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.જેથી આ વાહન તેણે ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ માણસની પુછપરછ કરતાં આ મોટર સાયકલ તેના મિત્ર રાહુલ ઉર્ફે ટીટો ચુડાસમા રહે.પાનવાડી,ભાવનગરવાળા પાસેથી રૂ.૧૨,૦૦૦/- લેવાના હોય જે પૈસાની અવાર નવાર માંગણી કરવા છતા તે પૈસા પાછા આપતો ન હોય આજથી એકાદ મહિના પહેલા તેણે પૈસાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી નંબર પ્લેટ વગરની સ્પેલન્ડર મોટર સાયકલ વાપરવા આપેલ.જે મોટર સાયકલમાં પોતે ખર્ચો કરી વાપરતો હોવાની કબુલાત કરેલ.જે અંગે આગળની વધુ તપાસ થવા માટે ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ માણસઃ-કિશન જીતુભાઇ ચૌહાણ ઉ.વ.૨૩ ધંધો-વેપાર રહે.પ્લોટ નં.૬૫/૬૬,ચંદ્દવિહાર સોસાયટી,આહિર ક્ન્યા વિધાલયવાળા ખાંચામાં,સીદસર રોડ,ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-ગુલાબી કાળા કલરનું બ્લ્યુ પટ્ટાવાળું હિરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરનું ચેસીઝ નંબર-MBLHA10EZAHH43910 તથા એન્જીન નંબર-HA10EFAH H08589 મોટર સાયકલ કિ.રૂ.૩૫,૦૦૦/- નો મુદ્દામાલ
શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-ભરતનગર પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૮૨૪૦૦૯૧/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ
ગુન્હાહિત ઇતિહાસઃ-
1. ઘોઘા રોડ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૯૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમઃ-૩૦૨, ૩૨૩ મુજબ
2. ગંગાજળીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨૦૦/૨૦૨૦ ઇ.પી.કો. કલમઃ-૩૨૩, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા
જી.પી.એક્ટ કલમઃ- ૧૩૫ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ શ્રી એમ.જે.કુરેશી સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ ગોહિલ,બાબાભાઇ હરકટ,એજાજખાન પઠાણ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા પીએનઆર શાહ મહિલા કોલેજની વિદ્યાર્થીની બેહાનો રનર્સ અપ બની પાલીતાણા તેમજ પાલીતાણા કોલેજનું નામ રોશન કર્યું

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ કબડી બહેનોની સ્પર્ધા…

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

1 of 386

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *