Crime

AAPના નેતાની મુશ્કેલીઓ વધી:અંકુર પટેલની લાયસન્સવાળી રિવોલ્વરથી મિત્રએ હવામાં ફાયરિંગ કર્યું, વીડિયો વાયરલ થતાં પોલીસે બંનેની ધરપકડ કરી

અંકલેશ્વર આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર અંકુર પટેલની મુશ્કેલીઓ ફરી વધી છે. લાયસન્સ વાળી રિવોલ્વરથી 22 મહિના પહેલા મિત્રએ હવામાં કરાયેલા ફાયરિંગમાં SOGએ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

અંકલેશ્વરના ગડખોલ ગામે રહેતા અંકુર પટેલ પાસે 2016થી 32 બોરની લાયસન્સવાળી રૂપિયા 75 હજારની રિવોલ્વર છે. જૂન 2021ની રાતે કોસમડી નજીક AAP ઉમેદવાર અંકુર પટેલના માતંગી પેટ્રોલિયમ પર તેઓ નિકોરાના મિત્ર અફઝલ ખાન, યોગેશ, જીજ્ઞેશ, ચિરાગ સાથે બેઠા હતા. ત્યારે શોખ ખાતર અફઝલ ખાન ફઝલખાન પઠાણે શોખ ખાતર રિવોલ્વર લઈ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

જેનો વીડિયો 22 મહિના બાદ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.
વીડિયો વાયરલ થતાં ભરૂચ SOGએ જાતે ફરિયાદી બની અફઝલ પઠાણ અને અંકુર પટેલ સામે હવામાં ફાયરિંગ કરી બીજાની જિંદગી જોખમમાં મુકવા બદલ ગુનો દાખલ કરી લાયસન્સવાળી રિવોલ્વર સાથે અંકુર લક્ષ્મણ પટેલ અને અફઝલ ખાન પઠાણની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બાહી ખાતે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ

ગોધરા (પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 87

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *