Crime

અંબાજી માં થયેલ ચોરી નો ભેદ ઉકેલતી એલ સી બી

અંબાજી પો.સ્ટે વિસ્તારમાંથી એક માસ અગાઉ શ્રી શક્તિ આશ્રમ યોગશ્રમમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચોરીએ ગયેલ અલગ-અલગ વાસણો કિ.રૂ.૫૭,૯૦૦-/ તથા લોડીંગ રીક્ષા કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૦૭,૦૦૦/- નો મુદ્દામાલ સાથે બે ઇસમો વિરૂધ્ધ સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ કાર્યવાહી કરતી એલ.સી.બી પાલનપુર-બનાસકાંઠા

શ્રીજે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સાહેબે જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરતા શ્રી ડી.આર.ગઢવી પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પો.સબ.ઇન્સ એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “એક મહીના અગાઉ શ્રી શક્તિ આશ્રમ યોગશ્રમ ખાતે થયેલ ચોરીના વાસણો જે રીક્ષા નં. GJ.08.AT.1262 વાળીમાં અશોક બાબુભાઇ બજાણીયા રહે.અંબાજી ગબ્બર રોડ તથા પ્રકાશ ઉર્ફ બકો કાનાભાઇ ડુંગાસીયા રહે.કુંભારીયા તા.દાંતા વાળાઓ રીક્ષામાં શ્રી શક્તિ આશ્રમ અંબાજી માંથી વાસણોની ચોરી કરી ચોરીનો માલ લઇ અંબાજી થી દાંતા તરફ ચોરીનો સામાન વેચવા જવાના છે.

જે હકીકત આધારે અંબાજી કાળીદાસ મિસ્ત્રી ભવન અંબાજી દાંતા રોડ ખાતે વોચમાં હતા. દરમ્યાન ઉપરોક્ત નંબરની લોડીંગ રીક્ષા આવતા તેને રોકી લીધેલ અને સદર રીક્ષામાં અલગ-અલગ વાસણો ભરેલ હોય જે બાબતે યુક્તિ પ્રયુક્તિ પુર્વક પુછતા રીક્ષા સાથે મળી આવેલ બંન્ને ઇસમોએ જણાવેલ કે, અમો બંન્નેએ વીસેક દિવસ અગાઉ શ્રી શક્તિ યોગશ્રમ પ્રજાપતિ ભુવન સામેથી રાત્રીના સમયે ચોરી કરેલ હતી તે વાસણો છે. જે વાસણો જોતા (૧) પિત્તળના તપેલા નંગ-૦૭ કિ.રૂ.૪૨,૦૦૦/- (૨) પિત્તળની ડોલ નંગ-૦૫ કિ.રૂ.૭,૫૦૦/- (૩) ફુલદાની નંગ-૦૧ કિ.રૂ.૧૦૦૦/- (૪) ઘડો નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/- (૫) ચારણી નંગ-૦૧ કિ.રૂ.૨૦૦/- (૬) ડબ્બા નંગ-૦૨ કિ.રૂ.૧૦૦૦/- (૭) વાટકી નંગ-૦૧ કિ.રૂ.૫૦/- (૮) થાળ નંગ-૦૨ કિ.રૂ.૧૦૦૦/- (૯) ઢાંકણ નંગ-૦૩ કિ.રૂ.૧૫૦/- (૧૦) કમંન્ડળ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/- (૧૧) પવાલી નંગ-૦૧ કિ.રૂ.૩૦૦૦/- (૧૨) વાડી નંગ-૦૧ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫૭,૯૦૦/- તથા અતુલ શક્તિ રીક્ષા નં.GJ.08.AT.1262 કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૦૭,૦૦૦/- નો સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી મળી આવેલ અશોકભાઇ બાબુભાઇ બજાણીયા રહે.અંબાજી ગબ્બર રોડ તથા પ્રકાશ ઉર્ફ બકો કાનાભાઇ ડુંગાસીયા રહે.કુંભારીયા તા.દાંતા વાળાઓને સી.આર.પી.સી કલમ-૪૧(૧) ડી મુજબ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
બાતમી મેળવનાર
PC ઇશ્વરભાઇ ભીખાભાઇ
કામગીરી કરનાર એલ.સી.બી.પોલીસ સ્ટાફના કર્મચારીઓની વિગત:-
1. ASI નરપતસિંહ શીવુભા
2. HC નરેશભાઇ લક્ષ્મણભાઇ
3. HC મહેશભાઇ સરદારભાઇ
4. HC દિગ્વિજયસિંહ રામસિંહ
5. PC ઇશ્વરભાઇ પુનમાજી
6. PC દિનેશભાઇ લક્ષ્મણભાઇ

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 85

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *