શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ તીર્થ અને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે.. અંબાજી ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ચોરી અને મોબાઈલ જૂંટવાના બનાવો, બાઈક ચોરી સહિતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અંબાજી પોલીસ આવી ઘટનાઓ સામે હજુ સુધી સક્રિય થઈ નથી તેવુ લાગી રહ્યું છે..
અંબાજી ખાતે ગાંડાભાઇ રબારી પીઆઇ ગયા બાદ ચોરીની ઘટનાઓ અને બીજી ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.. અંબાજી પોલીસ અંબાજી માં હોવા છતાં પાલનપુર થી આવેલી એલસીબી રિક્ષામાંથી દારૂ પકડે છે. આ રીક્ષા ક્યાંથી આવી જાંબુડી બોર્ડરથી, છાપરી બોર્ડર થી કે કઈ જગ્યાએ થી જે તપાસનો વિષય છે..
અંબાજી ૫૧ શક્તિપીઠ સર્કલ પાસે R j12 PA 6974 નંબર રિક્ષામા વિદેશી દારૂ ભરેલો હતો તેવી બાતમી મળતા એલસીબી પોલીસે તાત્કાલિક રીક્ષા ચેક કરતા કુલ ૩ આરોપીમાથી ૨ આરોપી ભાગી ગયા હતા. દિલીપકુમાર નારાયણ લાલ મીણાની પોલીસ દ્વારા ઘરપકડ કરાઇ છે..
કુલ મુદ્દામાલ 2,35,240 નો ઝડપી પાડયો છે.. તે પણ વિદેશી દારૂની ૫૩ બોટલો જેની કિંમત 34,740.. મોબાઇલની કિંમત 500 રૂપિયા.. રીક્ષાની કિંમત 2,00,000. ભાગી ગયેલા આરોપીઓ અશોકકુમાર મીણા, લાલાભાઇ મીણા, રહે.
બનોતા.રીષભદેવ (કેસરીયા) ઉદેપુરવાળા( ૨) અશોક કુમાર બાબુલાલ મીણા (૩) લાલા ભાઈ મીણા
@@જાંબુડી બોર્ડરથી કે છાપરી બોર્ડર થી દારૂ ઘૂસ્યો ? જવાબદાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરો@@
અંબાજી છાપરી પોલીસ ચોકી થી અંબાજી પોલીસે ચાંદીના વેપારીને પકડીને જાણે વાધ માર્યો હોય તેવો દેખાવ કર્યો હતો. અંબાજી પોલીસ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે એલસીબી એ જે રીક્ષા અંબાજી 51 શક્તિપીઠ સર્કલ પાસેથી પકડી છે તેનાથી પોલીસ સ્ટેશન ખૂબ જ નજીક છે ..
આ રીક્ષા જાંબુડી બોર્ડર કે છાપરી બોર્ડર જ્યાંથી આવ્યું હોય તે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે. પીએસઆઇ- પીઆઇ સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે તે સ્થાનિક પોલીસ કેમ ઊંઘતી રહી અને એલસીબી રીક્ષા પકડી જાય છે.
રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી