Crime

કાપડના વેપારીઓની સાથે ઠગાઈ કરતા આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ: કાલુપુર અમદાવાદ શહેર ખાતે લવલી એન્ટરપ્રાઇઝના નામે કાપડની ફર્મ બનાવી અમદાવાદ શહેર કાલુપુર માર્કેટના કાપડના વેપારીઓ પાસેથી 4 કરોડની ઉપરની રકમનું રેયોન બેઝ લેડીઝ કુર્તી મટીરીયલ્સ ખરીદ કરી અંદાજીત 2 કરોડ ઉપરની રકમ વેપારીઓને નહીં ચુકવી કાપડના વેપારીઓ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા હોવાનું ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળેલ જે ગુનામાં આર્થિક ગુના નિવારણ શાખા (EOW) ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

વિઓ: અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર નાઓએ વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી સબંધી થતા ગુન્હાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હતુ. તેમજ આ સબંધે આવતી અરજીઓની પણ વિગતવાર તપાસ કરવા સુચના આપેલ હતી.

અમદાવાદ ખાતે લવલી એન્ટરપ્રાઇઝના નામે નં-૧૦૪,૧૦૫ પહેલો માળ વકીલ માર્કેટ રેવડી બજાર અમદાવાદ ખાતે ઓફીસ કરી કાપડના વેપારીઓએ ફર્મ બનાવી કાલુપુર કાપડ માર્કેટમાંથી અલગ અલગ વેપારીઓ પાસેથી જુદી જુદી ફર્મમાથી કાપડનો જુદીજુદી રકમનો માલ ખરીદ કર્યો હતો તે માલના નાણા નહી ચુકવી વિશ્વાસધાત છેતરપીંડી કરેલની અરજી આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચને તપાસ અર્થે મળી હતી જેની તપાસ દરમ્યાન લવલી એન્ટરપ્રાઇઝના વેપારીઓએ ફરીયાદી વેપારી સહિત અન્ય વેપારીઓ પાસેથી 4 કરોડ પંચોતેર લાખ પાંચ હજાર પાંચસો ચાલીસ ની રકમનું રેયોન બેઝ લેડીઝ કુર્તી મટીરીયલ્સ ખરીદી બે કરોડ નવ લાખ ચાર હજાર ચારસો ચોત્રીસ રૂની રકમ નહીં ચુકવી કાપડના વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોવાનું વેપારીઓના નિવેદનો તેમજ પુરાવાઓ આધારે જણાઈ આવ્યું હતું જેથી આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરી વધુ પુરાવા મેળવવામાં આવેલ અને અરજી તપાસના અંતે ગુનાહીત જણાઇ આવતા આ અંગે ડી.સી.બી. પોલીસ સ્ટેશન “એ” પાર્ટ જે તે કલમ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.

આ ગુન્હાના કામે સંડોવાયેલ આરોપીઓની ધરપકડ કરવા સારૂ અલગ અલગ બે ટીમો બનાવવામાં આવેલ જેમાં એક ટીમમાં પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ અણદુભાએ ટેકનિકલ એનાલિસીસ કરી તથા હેડ કોમ્સ્ટેબલ મહાવિરસિંહ બળવંતસિંહ તથા જલાભાઇ પીરાભાઇ, આનંદભાઇ મનસુખભાઈ અને પિયુષકુમાર જયંતીભાઇનાઓએ ફિલ્ડ વર્ક કરી બન્ને ટીમોએ એકબીજા સાથે સંકલન જાળવી આરોપીઓ શની વિનુભાઇ વનરા ઉ.વ.૨૩, વિનુભાઇ ખીમજીભાઇ વનરા ઉ.વ.૫૨ તથા નિકુલને ઝડપી પાડ્યા હતા. કાપડના વેપારીઓએ સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી કરેલ હોઇ ગુનો દાખલ કરી આરોપીઓ અટક કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.રાવલ ચલાવી રહેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુલ રૂ.૧૬,૪૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *