Crime

અંકલેશ્વરના કાપોદ્રા રોડ પર શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ટેમ્પો ચાલક ઝડપાયો; પોલીસે કુલ રૂ. 2.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વરના કાપોદ્રા રોડ પર શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ટેમ્પો તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે 795 કિલો ભંગાર રૂ. 25 હજારનો જથ્થો તેમજ ટેમ્પો મળી કુલ રૂ. 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એકની ધરપકડ કરી હતી.

અંકલેશ્વર તાલુકા પોલીસની ટીમ કાપોદ્રા ગામ વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન ઝમઝમ સોસાયટી પાસેથી એક અશોક લેલન ટેમ્પો પસાર થઇ રહ્યો હતો.

જે ટેમ્પો રોકી તપાસ કરતા અંદરથી લોખંડના નાના મોટા ટુકડા મળી આવ્યા હતા. તે અંગે ટેમ્પો ચાલકને જરૂરી બિલ તેમજ પાસ પરમીટ માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.

પોલીસે ભંગારનો જથ્થો ચોરી અથવા ઝળકપટથી મેળવી લઇ જવાતો હોવાની આશંકા સાથે ટેમ્પો ચાલક મોહમ્મદ આમિર મોહંમદ યુનુસ સિદ્દીકીની અટક કરી હતી.

તેમજ ટેમ્પામાં રહેલા 795 કિલો ભંગારનો જથ્થો કિંમત રૂ. 25,440 તેમજ રૂ. 2 લાખનો ટેમ્પો મળી કુલ 2.25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને સી.આર.પી.સી 41 (1) ડી મુજબ તપાસ ચલાવી હતી.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *