Breaking NewsCrime

ATS ને મળી મોટી સફળતા. ગાંધીનગર પાસેથી 99.40 લાખની જુની ચલણી નોટો સાથે એકને ઝડપયો.

ગાંધીનગર ગુજરાત ATS મરીન ટાસ્ક ફોર્સ પોલીસ અધિક્ષક પિનાકીન પરમાર અમદાવાદનાને મળેલ સૂચના અને માર્ગદર્શનના મુજબ ATSના પીઆઇ સી. આર. જાદવ, તથા મરીન ટાસ્ક ફોર્સના પીઆઇ એસ. આઈ. પટેલ અને એસ. એન. પરમારે બાતમીના આધારે એક શંકાસ્પદ શખ્સની ગાંધીનગર પાસેથી ધરપકડ કરી છે.
મળેલ બાતમી મુજબ ગાંધીનગર ખાતેના સેક્ટર 28 પાસેથી એક શખ્સની ધરપકડ કરી હતી જેના પાસેથી 99 લાખ 40 હજારની જુની ચલણી નોટો ઝડપી પાડવામાં આવી હતી. નોંધપાત્ર છે કે આ શખ્સને ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરથી ઝડપી પાડ્યો છે.

ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલ આરોપી શખ્સ મોરબીનો મનીષ સાંઘાણી હોવાનું સામે આવ્યું છે. શંકાસ્પદ શખ્સ પાસેથી રૂપિયા 99. 40 લાખની જુની ચલણી નોટો ઝડપાઈ છે. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ ગુજરાત ATS દ્વારા જુની ચલણી નોટો ઝડપી પાડી સફળતા મેળવી છે અને ફરી એક સફળ મિશન પાર કરવાનો ઉમેરો થયો છે જે પ્રસંશનીય કહી શકાય.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

1 of 395

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *