Crime

બાઇક ચોરીને અંજામ આપી તરખરાટ મચાવી નાસતા-ફરતા કોટડા ગેંગના મુખ્ય બે આરોપીઓને પકડી કુલ-5 (પાંચ) મો.સા.રીકવર કરી 1,65,000/-નો મુદામાલ રીકવર કરતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા”

દાંતા તાલુકા મા બાઇક ચોરી ની ઘટનાઓ બનતી હોય છે.તો દાંતા તાલુકા ના અનેકો વિસ્તારો મા પણ બાઇક ચોરીઓ ની ઘટનાઓ જોવા મળતી હોય છે. તો બાઇક ચોરી ની અમુખ ઘટનાઓ ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા હોય છે જેને લઈને પોલીસ કોઈપણ ગુનાહિત પ્રવતી ને રોકવા માટે પોતાની કામગીરી કરતી હોય છે.ગઈ કાલે પાલનપુર એલસીબી પુલિસ દ્વારા હડાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી 2 બાઈક ચોર સાથે 5 બાઇક કબજે કરી છે.

ગઈ કાલે એલ.સી.બી સ્ટાફ ના માણસો સાથે હડાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત ના આધારે,” ખેરોજ થી હડાદ તરફ બે વ્યક્તિ નંબર પ્લેટ વગરના જેમાં એક હીરો એચ.એફ ડીલક્ષ તથા એક બજાજ પલ્સર શંકાસ્પદ મોટર સાયકલો ચોરી કે છળકપટથી મેળવી લઇ આવનાર છે.

” જે બાતમી ના આધારે માંકડચંપા ત્રણ રસ્તા પર નાકાબંધી કરી બાતમી હકિકત વાળા ઉપરોક્ત વર્ણનવાળા મો.સા.ઉપર બે ઇસમો ખેરોજ તરફથી આવતાં તેઓને રોકાવી સદરે બન્ને ઇસમોના નામ પુછતાં હીરો એચ.એફ ડીલક્ષ મો.સા નો ચાલક પોતાનુ નામ મોહમદઆવેશ સાગીરહુસૈન કોટડા છાવણી, (રાજ.) વાળો હોવાનુ જણાવેલ અને બજાજ પલ્સર ના ચાલકે પોતાનુ નામ ઉસ્માન વાઘાભાઇ ગમાર ,ઉપલી સુબરી તા.કોટડા (રાજ) વાળો હોવાનુ જે બન્ને પાસે થી બાઇકો ના કાગજ માંગતા કોઈપણ બાઇક ના કાગજ ન હોવાના કારણે વધુ પૂછપરખ કરતા બાઇક ચોરી ની કબૂલાત કરી અને ઇડર પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૨૧૫૨૪/૨૨ ઇ.પી.કો.ક.૩૭૯ના કામે નાસતા-.ફરતા હોવાનુ જણાવેલ તેમજ આ બંન્ને આરોપીઓની ઉંડાણ પુર્વક પુછ-પરછ કરતા પોતાની પાસે હાજર મળી આવેલ બે મો.સા. તથા બીજા અન્ય ત્રણ મો.સા. કોટડા સાવણી ખાતે છુપાવી રાખેલ હોવાની કબુલાત કરી હતી.

તે મો.સા. બતાવતા નીચે મુજબની વિગતે છે
અનં મો.સા.નુ વર્ણન રજી. નંબર એન્જીન નંબર ચેચીસ નંબર કીં.રૂ. દાખલ થયેલ ગુ.ર.નં.
૧ હીરો એચ.એફ ડીલક્ષ GJ-09-DH-0298 HA11ESL5L06747 MBLHAW149L5L86767 ૪૦,૦૦૦/- ખેરોજ પો.સ્ટે. ૧૧૨૦૯૦૦૩૨૩૦૧૯૯/૨૦૨૩ IPC કલમ ૩૭૯ મુજબ
૨ બજાજ પલ્સર GJ-08-AM-7525 DHZCDG85327 MD2A1ICZ9DCG05797 ૪૦,૦૦૦/- —
૩ હીરો એચ.એફડીલક્ષ HA11EEC9J08633 — ૨૫૦૦૦/- —
૪ હીરો સ્પ્લેન્ડરપ્લસ GJ-09-CT-2459 HA10ERGHG65906 MBLHA10CGGHG74816 ૩૦૦૦૦/- —-
૫ હીરો સ્પ્લેન્ડરપ્રો HA11EJF2H40122 MBLHA10BBHM00292 ૩૦૦૦૦/- —-
આમ કુલ પાંચ મોટર સાયકલો કિ.રૂ.૧,૬૫,૦૦૦/-નો મુદામાલ CRPC કલમ.૧૦૨ મુજબ કબ્જે કરવામા આવેલ છે અને હડાદ પો.સ્ટે.આગળની કાર્યવાહી કરવા સારૂ સોપેલ છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

1 of 83

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *