પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર જિલ્લામાં બનતાં મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુન્હાઓ, હથિયારનાં કેસો, બનાવટી ચલણી નોટોનાં કેસો શોધી કાઢવા માટે એસ.બી.ભરવાડ પોલીસ ઇન્સ.,લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચને સુચના કરેલ.
ગઇ તા.૨૩/૦૭/૨૦૨૨નાં રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.હેડ કોન્સ. સાગરભાઇ જોગદિયા તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમાને ચોરીનાં મોટર સાયકલ અંગે મળેલ બાતમી આધારે ગણેશગઢ ગામના પાટીયા પાસે વોચમાં રહેતાં ગોપાલભાઇ વિહાભાઇ શીયાળીયા ઉ.વ.૨૪ ધંધો-પશુપાલન રહે.ભડભીડ તા.જી.ભાવનગર વાળો સીલ્વર કલરની હિરો સ્પલેન્ડર મો.સા. રજી.નંબર-GJ-04-BJ-5411 સાથે મળી આવેલ. તેની પાસે મો.સા.નાં રજી. કાગળો કે આધાર મળી આવેલ નહિ.જે મો.સા.નાં રજી.નંબર ઇ-ગુજકોપ એપ્લીકેશન મારફતે ખરાઇ કરતાં આ મો.સા. રજી.નં.GJ-04-BJ-5411 પેશન પ્રો બલોચ નાસીરખાન મનુખાન રહે.લુવારા તા.ગારીયાધારવાળાના નામે રજી. થયેલ હોવાનું જણાય આવેલ.જેથી ગોપાલ પાસેથી મળી આવેલ સ્પલેન્ડર મો.સા.નાં એન્જીન નંબર-ચેસીઝ નંબર આધારે ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં તપાસ કરતાં હિરો સ્પ્લેન્ડર મો.સા.નાં સાચાં રજી.નંબર-GJ-05-EX-6419 માલિક બળદેવભાઇ ગોવાભાઇ રબારી રહે. પ્લોટ નંબર-૨-૧૪૭,તીલાવ ફળીયુ લક્ષ્મી પાર્ક સોસાયટી ની બાજુમાં, લસકાણા, કામરેજ સુરતવાળાના નામે હોવાનું જણાય આવેલ.આ ગોપાલ શીયાળીયાએ હિરો સ્પ્લેન્ડર મો.સા. રજી.નં.GJ-05-EX-6419ની જગ્યાએ બનાવટી નંબર પ્લેટ-GJ-04-BJ-5411 લગાડી તે ખોટી હોવાનું જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગુન્હો કરેલ હોય.જે મો.સા.ની કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી તેનાં વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમઃ-૪૬૫,૪૬૬,૪૭૧ મુજબનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં સાગરભાઇ જોગદિયા, ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ તથા સંજયભાઇ ચુડાસમા