Crime

રોકડ રૂ.૨૧,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે જુગાર રમતાં ૫ માણસોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર,એલ.સી.બી.નાં પો. હેડ કોન્સ. જયરાજસિંહ જાડેજાને બાતમીરાહે હકિકત મળેલ કે, ’’ ભાવનગર, ચિત્રા ફિલ્ટર ની ટાંકી પાસે આવેલ મફતનગરમાં રામાપીરનાં ચોક સામે દિલીપભાઇ પરમારનાં રહેણાંક મકાન પાસે ખુલ્લી જાહેર જગ્યામાં બેસીને અમુક માણસો ગંજીપતાનાં પાનાં-પૈસા વડે હાથ-કાપનો હાર-જીતનો જુગાર રમાય છે.’’ જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં આરોપીઓ ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૨૧,૮૦૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ.જે અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓઃ-
1. સંજયભાઇ પોપટભાઇ ચૌહાણ ઉ.વ.૩૮ રહે. મફતનગર,રામાપીરનાં ચોક સામે,ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે, ભાવનગર
2. કિશોર દિલીપભાઇ પરમાર ઉ.વ.૨૫ રહે.મફતનગર,રામાપીરનાં ચોક સામે,ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે, ભાવનગર
3. પ્રવિણભાઇ સારાભાઇ ગોહેલ ઉ.વ.૩૫ રહે.પ્લોટ નં.૪૨, પોલીસ સોસાયટી, ગણેશનગર-૨ની પાછળ, ભાવનગર
4. વિશાલ નરેશભાઇ પરમાર ઉ.વ.૧૯ રહે.મફતનગર,રામાપીરનાં ચોક સામે,ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે, ભાવનગર
5. વાલજીભાઇ ગુણુભાઇ ખેર ઉ.વ.૩૧ રહે.મફતનગર,ખોડિયાર ચોક સામે,ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે, ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/-,રોકડ રૂ.૨૧,૮૦૦/-,દુપટ્ટો-૧ કિ.રૂ.૦૦/- મળી કુલ રૂ.૨૧,૮૦૦/-નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં
રાજપાલસિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા,ભહિપાલસિંહ ચુડાસમા તથા મહિલા પોલીસ જાગૃતિબેન કુંચાલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *